________________
શ્રીવર્મ
૧૭૯
શ્રીવર્ગને આપ્યું, અને સૈન્ય સાથે ત્વરિત પ્રસ્થાન કરવાની આજ્ઞા આપી. - શ્રીવર્મ પણ પિતાના હાથે મળેલા પાનના બીડાને શુકન માનીને તે જ ક્ષણે નગર બહાર નીકળી ગયો.
શ્રીવર્મ યુવાન હતો. તેના હૈયે કાંઈક કરી દેખાડવાનો થનગનાટ હતો. તો સાથે બુદ્ધિમાન પણ તે એટલો જ હતો. હવે પછી એક પણ પગલું ગણતરીનવિહોણું ન લેવાય તેની તેણે પાકી કાળજી રાખવાનું મનોમન નક્કી કર્યું, અને નગર બહાર પહોંચતા જ તેણે ત્વરિત નિર્ણયો લેવાના શરૂ કર્યા.
સૌ પ્રથમ તેણે પોતાના બે વિશ્વાસપાત્ર મનુષ્યોને આદેશ આપ્યો કે તમે બન્ને આજે જ અહીંથી નીકળીને ગુલખેડપુરની નજીક
જ્યાં વજાયુધા દેવીના મંદિરના પરિસરમાં કુમારી વસંતશ્રીનો પડાવ છે ત્યાં જાવ. જઈને કુંવરીને મળો ને કહો કે “તમે નરપુંગવ રાજા પાસે શામળ વગેરે તમારા આઠ માણસોને મોકલ્યા હતા, તેમાંના શામળ અને બીજાં પાંચ જણને સુદર્શનના ચરોએ દગાપ્રપંચથી હણી કાઢ્યા છે. બે માણસોએ ગમે તેમ જીવ બચાવેલો, તેમણે ચંદ્રપુર આવીને નરપુંગવ રાજાને બધી વીતક વર્ણવતાં, રાજાજીએ કુમારશ્રીને તમારી વહારે આવવા આજ્ઞા કરી છે. ને તે અનુસાર કુમાર સૈન્ય લઈને અહીં આવવા નીકળી ચૂક્યા છે. તમે ધરપત રાખજો. અને આ હકીકતથી તમને વાકેફ કરવા માટે કુમારશ્રીએ અમને બેને પહેલાં મોકલી આપ્યા છે.
કુમારીને સંદેશો આપ્યા પછી તમે બન્ને નરપુંગવ રાજાના દૂત તરીકે સુદર્શનની છાવણીમાં જ્જો, ને તેને રાજાજીના નામે “આમ આમ' કહેજો. એ સાંભળ્યા પછી પણ એ ન માને ને હાંસી – ઉપેક્ષા જ કરે, તો પછી તમે મારા નામથી “આ પ્રમાણે વેણ કહેજો. ડરતા નહીં.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org