________________
- ૧૮૦
સમરું પલપલ સુપ્રત નામ
સુદર્શનને કહેવાની વાતો કુમાર પાસે બરાબર સમજી લઈને તે બે સેવકો રવાના થઈ ગયા.
એ કામ પતતાં જ કુમારે સામંતો, મંડલેશ્વરો ને સેનાપતિઓને એકઠા કર્યા, ને નિશ્ચયાત્મક સ્વરે કહ્યું કે “મારે આજે સાંજે જ અહીંથી પ્રયાણ કરવું છે, અને પરમ દિવસે ગુલખેડપુર પહોંચવું છે. પચાસ જોજનનો પંથ છે. હું ત્યાં પહોંચ્યા પછી જ ભોજન ને નિદ્રા લઈશ – આ મારો સંકલ્પ છે. - હવે તમારા સૌના અધિકારના લશ્કરમાં જેટલા ઘડિયા જોજન અશ્વો તથા ઊંટ-સાંઢણી હોય છે, તેમજ ચપળ અને ગમે તેવા શ્રમથી પણ ન થાકે તેવા સુભટો મને સાંજ પહેલાં આપો. તેમને પાંચ જ દિવસનું ભાતું લેવડાવવાનું છે. હું તેમને લઈને સાંજે નીકળીશ. તમે બધા બાકીના સૈન્યને તૈયાર કરી, સાથે લઈ, પડાવ નાખતા નાખતા મને આવી મળજો.”
બધા આ વાતમાં સહમત થયા. ફેર એટલો કર્યો કે એ સામંતો ને સેનાપતિઓએ સાંજે કુમારની સાથે જ જવાનો આગ્રહ રાખ્યો, ને પોતાના વિશ્વાસુ સુભટોને સૈન્યને દોરી લાવવાની જવાબદારી સોંપી દીધી.
ઢળતી સાંજે શ્રીવર્મકુમાર વસંતશ્રીની સહાયતા માટે જવા નીકળ્યો ત્યારે તેની સાથે ૫૦૦ હાથી, પચાસ હજાર ઘોડેસ્વાર, ત્રીસ હજાર ઊંટ-સવાર, અને પાંચ હજાર રથ-આટલું-પરિમિત સૈન્ય હતું. બાકીનું વિશાળ સૈન્ય પાછળથી આવી મળવાનું હતું.
શ્રીવર્ગે તિથિ-વાર-નક્ષત્ર-મુહૂર્ત કાંઈ ન જોવડાવ્યાં, કે ન જોયાં કોઈ જાતનાં શુકન કે નિમિત્તો; પોતાની સેના નાનકડી હશે ને સામે શત્રુઓની મોટી બે બે સેનાઓ હશે તેની પણ તેણે તમા ન કરી; તે તો સિંહનું બચ્યું જેમ મદોન્મત્ત હાથીઓ ઉપર ત્રાટકવા ધસી જાય, તેમ નાની સેના લઈને ચાલી જ નીકળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org