________________
શ્રીવર્ગ
૧૮૧
પેલી તરફ, શામળ અને તેના સાથીઓને પોતાના સૈનિકો દ્વારા હણાવી નાખીને મનમાં ને મનમાં પોમાતો માધવરાય સુદર્શન પાસે જઈ પહોંચ્યો, અને આખીયે ઘટના તેને વર્ણવી બતાવી. સાથે જ કુંવરીએ નરપુંગવ રાજા ઉપર લખેલો લેખ તથા અન્ય સામાન પણ રજૂ કર્યો. - સુદર્શન તો આ બધું જોઈ-જાણીને ખુશખુશાલ! તેણે માધવને ખૂબ શાબાશી આપી. સાથે જ સૂચના કરી કે હવે તારા ગુપ્તચરો સતત વજાયુધા દેવીના મંદિરની ચારેતરફ ફરતાં જ રહે તેમ ગોઠવી દે, બે ચારને વસંતશ્રીની છાવણીમાં નોકરરૂપે પણ બને તો મૂકી દે. કદાચ હજી પણ વસંતશ્રી કોઈકને ત્યાં મોકલે તે શક્ય છે. જો તેવી જરા પણ હિલચાલ જણાય તો તે લોકોને પણ આંતરવા અને નિગ્રહ કરવો જ. આમ ને આમ થોડો વખત નીકળી જાય ને બે રાજાઓમાંથી એકેય આની વહારે ન આવે, તો આપણું કામ સહેલું થઈ જશે અને કદાચ સિદ્ધ પણ થઈ જાય.
માધવે તે વાત પકડી લીધી, ને તરત તેનો અમલ પણ કરી દીધો.
દરમિયાનમાં, રાજા શૂરપાળની આજ્ઞાથી કુમાર વિરપાળે ગુલખેડપુર ભણી પ્રયાણ આદર્યું. તે જાણવા છતાં સુદર્શનના માણસોએ શૂરપાળને પુનઃ વિનંતિ કરી કે અમને જવાબ આપો.
શૂરપાળે ઠંડે કલેજે તેમને કહ્યું કે આ પ્રશ્નમાં શું કરવાનું છે તેનું માર્ગદર્શન આપીને કુમાર વીરપાળને મેં ગુલખેડ મોકલ્યો છે. તે ત્યાં જઈને ઘટિત હશે તે કરશે. તમે પણ હવે તેની સાથે જતા રહો. સોબત મળશે તમને.
એ સેવકો સમજી ગયા કે શૂરપાળ રાજા આપણી ઉપેક્ષા જ કરે છે. એટલે તેઓ ત્યાંથી વીરપાળનો સાથ કરવાનું ટાળીને ત્વરાપૂર્વક ભાગ્યા, ને વીરપાળ પહોંચે તે પહેલાં સુદર્શન પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org