________________
–૨૫૬ ક
સમરું પલપલ સવ્રત નામ --
-
મનની મૂંઝવણ પૂછી : કુમાર! પેલા વંઠે તો કવેળાએ ગણિકાને ઈનામ આપ્યું, પણ તે તેને શા માટે ઇનામ આપ્યું? આવો અરુચિકર મર્યાદાભંગ કરનારને વળી ઈનામ અપાય? અને તે પણ જાહેરમાં?
કુમાર : પિતાજી! મેં તેને આપવું ઘટતું ઈનામ તો આપ્યું જ નથી, આપની બીકને કારણે; મેં તો માત્ર તેની ન જેવી કદર જ
ત્યાં કરી છે. તે પણ એટલા માટે કે પ્રેક્ષકો એમ ન માની બેસે કે વંઠ પુરુષે શિષ્ટાચારનો ભંગ કર્યો છે.
રાજા : તો શું એ વડે ભૂલ કરી ન કહેવાય? એણે કર્યું તે વાજબી ગણાય એમ તું માને છે?
કુમાર : હા પિતાજી! રાજા : એનું કારણ મને સમજાવીશ?
કુમાર : સમજાવું પિતાજી! આપ સ્વસ્થ થાવ ને સાંભળો. વાત એમ છે કે કામસેનાનું નૃત્ય પૂરબહારમાં જામ્યું હતું તેવી પળોમાં તેના વક્ષપ્રદેશનું વસ્ત્ર અચાનક ખસી ગયું, ને તેનો સ્તનપ્રદેશ જરાક ઉઘાડો થઈ ગયો. હવે ચાલુ નૃત્યે તેને ઢાંકવાનું તેને માટે શક્ય ન હતું. તો બીજી તરફ, એક માખી ક્યાંકથી ઉડતી ઉડતી આવીને તેના ઉઘાડા વક્ષભાગ પર બેસીને પોતાના મોં તથા પગ વતી તેને સતાવવા લાગી. તેના લીધે તેના ચિત્તમાં વિક્ષેપ થવા લાગ્યો.
હાથ વતી ઉડાડવા જાય તો નૃત્યભંગ થાય; ને ન ઉડાડે તો ચિત્તવિક્ષેપને લીધે નૃત્યભંગની સ્થિતિ જ સર્જાય. આવા નાજુક સંજોગોમાં તે નર્તકીએ અદ્દભૂત કલાકૌશલ્ય દાખવ્યું. તેણે પોતાના સ્તનપ્રદેશને “ગોફુરણની રીતે થરકાવ્યો ને માખીને ઉડાડી મૂકી.
રાજા : “ગોફુરણ” એટલે શું વળી?
કુમાર : દેવા ગાય પોતાના શરીરનો કોઈ પણ હિસ્સો હાથપગ કે જીભ વગેરેના સ્પર્શ વિના જ થરકાવી શકે છે, તેમ મનુષ્ય પોતાનાં અવયવોને થરકાવી શકતો નથી. વક્ષ:પ્રદેશ પરથી માખીને હટાવવી હોય તો હાથનો ઉપયોગ કર્યા વિના ન જ ચાલે. ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org