________________
શ્રીવર્ગ
છે ૨૪૩
–
માટે કદાચ અશક્ય લાગે છે. તને તો ખ્યાલ હોય જ; કહે ને!
પેલો કહે : તમે મોટા રાજ-ઝવેરી છો. છતાં ય આની કિંમત નથી આંકી શકતા, તો હું તો રહ્યો ગામડાનો કાપડિયો! મને શું આંકતા આવડે?
પરીક્ષકો કહે : ભલે, તને કિંમત આંકતા ન આવડે તો કાંઈ વાંધો નહિ, પણ એ તો કહે કે તે આ કેટલામાં લીધું?
પેલો હસવા લાગ્યો. કહે : હું તમને એમ કહ્યું કે મને તો આ રસ્તામાંથી જડ્યું છે તો તમે ખરું માનશો? કે પછી હું તમને પટાવું કે મેં તો આના લાખ સોનૈયા ચૂકવ્યા છે તો? હું જે ગમ્યું મારીશ તે જ તમારે ખરું માનવું પડે ને! એટલે એ પંચાત જવા દો ને યાર! તમે જે કિંમત નક્કી કરશો તે મને મંજૂર હશે, બસ?
પરીક્ષકો મૂંઝાયા. ગયા રાજા પાસે. રત્ન દેખાડવું ને બધી વિગત પણ કહી, ને શું કિંમત ઠરાવી શકાય તેની જરા ચર્ચા કરી. રાજાજી કહે : તમને બધાને પરસ્પર વિમર્શ કરતાં જે ઠીક લાગે તે ચૂકવી દો, ને આ મૂલ્યવાન નંગ ખરીદી લ્યો. મારી સંમતિ
થયું. પરીક્ષકોએ વ્યાપારી પાસે જઈ તેના રત્નનાં પાંચ હજાર સોનૈયા ઠરાવ્યા ને તેટલામાં તે રત્ન રાજાને વેચવા તેને સમજાવ્યો.
પેલો કાપડિયો પણ ઓછો નહોતો. તેણે સોનૈયા લેવાને બદલે રાજસભામાં જઈને તે રત્ન રાજાના પગ સામે ધરી દીધું, ને કહ્યું કે આની કિંમત લાખ મુદ્રા હોય કે કાણી કોડી, મને તેની પરવા નથી; હું તો આપની ભક્તિરૂપે ભેટ ધરું છું. હું આની કિંમત લેવાનો નથી.
રાજા તેની વાતમાં આવી ગયા. કહે : ભાઈ, પાંચ હજાર મુદ્રા તને આની કિંમત પેટે નથી આપતો; એ તો મારી પ્રસાદીરૂપે તને ભેટ આપું છું. બસ! હવે તો લઈશ ને?
પેલાએ માથું નમાવી, “ઘણી કૃપા થઈ એમ ઉચ્ચારતાં તે મુદ્રાઓ લઈ લીધી, ને ઉતારે જતો રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org