________________
- ૨૪ર છે
સમરું પલપલ સતત નામ
શૂરવીર છતાં ય સૌજન્યમૂર્તિ એવો રાજકુમાર હતો. એટલે મહાબળ રાજાની સાથે સાથે દેતપુરની પ્રજાએ પણ કુમારને અંતરથી આવકાર આપ્યો.
પછી તો રચાયું એક ઉલ્લાસમક્યું ઘટનાચક્ર : રાજકન્યા પ્રિયદર્શના સાથે કુમારનો ભવ્ય લગ્નોત્સવ થયો; કુમારે દેતપુરનાં જિનમંદિરોમાં આઠ દિવસનો સ્નાત્રોત્સવ કર્યો, ત્રણ દિવસની રથયાત્રા કરી; આખાયે દેતપુરમાં કુમારના આગમન પછી આનંદનું જાણે અદ્વૈત જ રચાઈ ગયું!
મહાબલ રાજાના આગ્રહને માન આપીને કુમારે દતપુરમાં થોડોક વખત સ્થિરતા કરવાનું સ્વીકાર્યું. અહીં પણ તે, વાસવપુરની જેમ જ, રાજસભામાં જતો, અને મહાબલ રાજાનો રાજવહીવટ અવલોક્યા કરતો.
એક દિવસની વાત. નગરમાં પરદેશનો એક રત્નાવણિક – રત્નોનો વ્યાપારી આવી ચડ્યો. હતો તો કાપડિયો, પણ પોતાની પાસે થોડોક માલ હશે તે વેચવા નીકળેલો. તેની પાસે ભાતભાતનાં રત્નો. તેણે રાજાના પરીક્ષકોને પોતાનાં રત્નો બતાડ્યાં. તેમણે પણ ભાવતાલ ઠરાવીને ખપજોગો માલ ખરીદ્યો.
હવે બન્યું એવું કે બધું પતી ગયા પછી એ વ્યાપારીએ એક મોટુંમસ વજરત્ન પોતાની ઓટીમાંથી કાઢયું ને પરીક્ષકોને બતાડ્યું. પરીક્ષકો તો તે જોતાં જ અંજાઈ ગયા : આટલું મોટું રત્ન! અને તે પણ આટલું બધું ચોખ્ખું! આવું અદ્ભુત નિર્મળ! નજરે ન જોઈએ તો માનવામાં જ ન આવે.
તેમણે હાથમાં લઈને તે રત્નને ચારે તરફથી ઝીણી નજરે તપાસ્યું. ન એબ, ન જાળું, ન છિદ્ર, ન સડો, ન રેખા-કરચલી; એક પણ દોષ ન મળે. એમણે એને એનું મૂલ્ય પૂછયું, તો પેલો કહે : તમે જ કહો ને! મોટા પરખંદા થયા છો તો!
પરીક્ષકો કહે : ભલાદમી! અમે તો છક્કડ ખાઈ ગયા છીએ. આમાં કાંઈ ગતાગમ પડતી નથી. આનું મૂલ્ય આંકવું એ અમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org