________________
શ્રીવર્મ
ક ૨૪૧
કુમારે તરત જ કહ્યું : મહારાજ! તાલીમમાં કે અશ્વમાં કશી જ કચાશ નથી રહી. વાત એમ છે કે અશ્વનું પૂંછડું સતત ઊચુંનીચું થતું રહેવાનું. હવે પોતાનું પૂંછડું પાણીમાં પડે ને પછી ઊંચું ઊછળે તો તેને લીધે પાણીના કે કાદવના છાંટા આપના ઉપર ઊડ્યા વિના ન જ રહે. એવું બને તો આપનાં વસ્ત્રો ને અવયવો અવશ્ય ખરડાય. આ અશ્વને આની ચિંતા છે, તેથી તે પાણીમાં ચાલતો નથી.
રાજાને ગળે વાત કેમ ઊતરે? છતાં કુમારની વાતની તથ્થાતથ્યતાની ખાતરી કરવા માટે તેણે એક વાત કરી. અશ્વનું પૂંછડું પોતાના એક હાથે ઊંચું પકડી લીધું. બીજા હાથે અશ્વને પાણીમાં આગળ વધવાનો ઈશારો કર્યો. ઈશારો મળતાં જ અશ્વ રેવાળબંધ ગતિએ, પણ પાણીનો એક છાંટો પણ ન ઊડે તે રીતે આગળ વધી ગયો, ને જોતજોતામાં નદીને સામે કિનારે જઈ પહોંચ્યો.
રાજા સ્તબ્ધ, અશ્વનો આટલો બધો વિવેકા અને એના માનસની કુમારને આટલી ઝીણી પરખ! એના જ નહિ, ઉપસ્થિત હતા તે સૌના મોંમાંથી કુમારને માટે “ધન્ય ધન્યના શબ્દો સરી પડ્યા.
રાજાએ હર્ષના આવેશમાં આવી જઈને કુમારને કાંઈક માગી લેવા કહ્યું. કુમારે તક ઝડપી લીધી. કહ્યું : દેવ! હવે મને દંતપુર જવાની અનુજ્ઞા આપો. ઘણો સમય વહી ગયો છે અહીં. મારે મોડું થાય છે. બધે જતાં જતાં મારે વેળાસર પિતાજી પાસે પણ પહોંચવું છે. માટે આપ મને રજા આપો.
રાજાએ મન ન હોવા છતાં તેને રજા આપી. અને રજા મળતાં જ કુમારે સારો દિવસ જોઈને પોતાના સમગ્ર રસાલા સાથે દતપુર ભણી પ્રસ્થાન કરી દીધું. સુદર્શન તેની સાથે જ હતો.
કુમારના આગમન સાથે જ દેતપુરમાં આનંદ વ્યાપી ગયો. દિતપુરની પ્રજા માટે એક તરફ કુમાર પોતાના રાજાનો જમાઈ હતો, તો બીજી તરફ પોતાના ઉદંડ રાજકુમારને યોગ્ય પાઠ ભણાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org