________________
શ્રીવર્ગ
૧૫૯
વાસવપુર નગર. વાસવદત્ત નામે રાજા ત્યાં રાજ કરે છે. વાસવશ્રી તેમની રાણી ને વસંતશ્રી તેમની કન્યા.
રૂપનો કટકો અને ગુણોનો ભંડાર તે કન્યા સ્ત્રી-ઉચિત ચોસઠે કળામાં પારંગત.
આવી કન્યાને ક્યાં વરાવવી? - એ તેના પિતાને મૂંઝવતો મોટો પ્રશ્ન. તેમણે તેના માટે સ્વયંવર યોજવાનું મનોમન નક્કી કર્યું.
કમારી વસંતશ્રીનો એક નિયમ : તે પ્રતિદિન ઉદ્યાનમાં જાય અને કામદેવની વિધિવત્ પૂજા કરે. દર વર્ષે વસંત ઋતુમાં તે કામદેવની ભક્તિરૂપે અષ્ટાનિકા મહોત્સવ પણ કરાવે. તેને કામદેવ પર અપાર શ્રદ્ધા હતી કે તેની પૂજા-ભક્તિના પ્રતાપે મને મારે અનુરૂપ વર અવશ્ય મળશે.
એકવાર, આવા જ એક ઉત્સવ પ્રસંગે દેતપુર નગરના એક રાજસેવકે કુમારીને નિહાળી લીધી. તેણે પોતાને નગર જઈ ત્યાં રાજ્ય કરતા રાજવી મહાબળના રાજકુમાર સુદર્શનને વાત કરી કે રાજકન્યા ઘણી હશે, પણ વસંતશ્રીથી હેઠ. તમે તેની સાથે પરણો તો જ ખરા કહું. બધું મળે, આવું કન્યારત્ન કદી ને ક્યાંય નહિ
મળે.
સુદર્શન જરા ઉદ્ધત ને ઉછાંછળો રાજકુમાર હતો. અવિચારી ને ઉતાવળાં કાર્યો કરવા માટે તે પ્રજામાં જાણીતો હતો, ને તેથી અપ્રિય પણ. તેણે વસંતશ્રીનું રૂપવર્ણન સાંભળીને ગાંઠ વાળી કે ગમે તે ભોગે પણ વસંતશ્રીને જ પરણું.
વાત તેના મિત્રો દ્વારા તેના પિતા પાસે પહોંચી. તેમણે તત્કાળ વાસવદત્ત રાજા પાસે કન્યા માટે માગું મોકલ્યું. વાસવદત્તે જવાબ વાળ્યો કે મારો મનોરથ કન્યા માટે સ્વયંવર રચવાનો છે. તે પ્રસંગે આમંત્રણ મોકલીશ. તેમાં કન્યા જેને વરે તે જ તેનો પતિ હશે. માટે આજે હું હા ન પાડી શકું. વાત ત્યાં ઊભી રહી.
આ તરફ, વસંતોત્સવ દરમ્યાન એક વખત કામદેવની પૂજા [ કરી લીધા પછી કુમારી વસંતશ્રી ઉપવનમાં નિરાંતે બેઠી બેઠી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org