________________
૧૫૮ છે
સમરું પલપલ સુવ્રત નામ
દુરાચાર કે કામવિકારના મલિન ઓછાયાથી તદ્દન અસ્પષ્ટ જ હતો.
અને શાસક જ્યારે સદાચારી હોય અથવા દુરાચારથી દૂર હોય, ત્યારે તેની ગુણગરિમા તેમજ લોકપ્રીતિનો ઠાઠ કાંઈક અનેરો જ હોય છે. કમારની સ્થિતિ આવી જ હતી. અલબત્ત, કુમારની હાલત તો કસ્તુરી મૃગ જેવી હતી. પોતાની વિશિષ્ટતાઓની તેને પોતાને ખાસ ખબર કે સરત ન રહેતી. અને કોઈક તેની વિશેષતા વર્ણવે કે તેનાં ગુણગાન કરે, ત્યારે તેને ભારે નવાઈ ઉપજતી. તેને તો એમ જ થતું કે હજી મારામાં આ ખામી છે, આટલી ખોટ છે; માટે હજી વધુ સજ્જ થવું જોઈએ, વધુ શીખવું જોઈએ. - કુમારને ખુદને ભલે આવું થાય. ખરેખર તો આવું થાય તેમાં જ તેનો મહિમા પણ હતો. પરંતુ રાજા કુમારની પાત્રતા અને ક્ષમતાને શી રીતે ઉવેખી શકે? અત્યારે રાજવહીવટમાં કુમાર ભલે પોતાનો સહાયક બન્યો હતો, પરંતુ કાલે તેને જ રાજ્યધુરા સંભાળવાની છે, અને જેમ બને તેમ વહેલાં આવા તેજસ્વી કુમારને રાજ્યારૂઢ કરવો જોઈએ, એવી રાજાના મનમાં પાકી ગણતરી હતી.
તો કુમારની સોળે કળાએ ખીલી ઊઠેલી યુવાની પણ હવે રાજાની ચિંતાનો વિષય બનવા માંડી હતી. તેમને થતું કે આવા રૂડા કુમાર માટે તેને અનુરૂપ કન્યા ક્યાંથી ને કેવી રીતે મેળવીશું?
એકલા રાજા જ નહીં, રાણી પણ આ ચિંતામાં સહભાગી હતાં.
એમાં એક દિવસ એક નવતર વાત બની.
બન્યું એવું કે રાજાજી દરબાર ભરીને બેઠા હતા, ને બે લઘરવઘર લાગતાં ને ચીંથરેહાલ દેદાર ધરાવતા મનુષ્યો તેમની સમક્ષ આવી લાગ્યા. ફાટેલાં કપડાં, મેલાં દેદાર, ને થાકથી અશક્ત થઈ ગયેલી કાયા ધરાવતા એ બે જણે રાજાજીની અનુમતિ મેળવીને પોતાના આવવાનું કારણ વર્ણવતી વાત આ પ્રમાણે માંડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org