________________
શિવકેતુ
બધા હતભાગી જ.
સ્વાધ્યાયમગ્ન મુનિની સામે ઊભેલા મુનિમગ્ન શિવકેતુને જાણે કે સ્થળ-સમયનું ભાન જ ભૂલાઈ ચૂક્યું હતું!
અચાનક મુનિનાં બંધ નેત્રો ઉઘડ્યાં. પ્રસન્ન અને ઉપશમરસ નીતરતાં તે નેત્રો ઠર્યાં સીધાં શિવકેતુ પર. હેતભીની એ દૃષ્ટિથી અભિભૂત થયેલો શિવકેતુ તે જ પળે મુનિના ચરણોમાં નમી પડ્યો. એ સાથે જ મુનિના મુખમાંથી શબ્દ પ્રગટ્યોઃ ધર્મલાભ!
મુનિનો ચરણસ્પર્શ અને આશીર્વાદનો શબ્દ! બે બે સ્વરૂપે શાંતિનો સંતર્પક સ્પર્શ પામીને શિવકેતુ ઊંડી કૃતકૃત્યતા અનુભવી રહ્યો.
શિવકેતુ ત્યાં બેઠો. હવે તેને ક્યાંય જવાની ઉતાવળ નહોતી. આજે જાણે તેની ભવની ભૂખ ભાંગી રહી હતી.
તેને ખબર પણ હતી કે પાઠશાળામાં તે ઉપસ્થિત નહિ હોય તો કોઈ તેની પ્રતીક્ષા નથી કરવાનું, ને કોઈ તેની શોધ પણ નથી કરવાનું.
હંમેશ તો તેને આની બળતરા થતી. ઓછું પણ આવી જતું. પણ આજે એને એવી કોઈ વાત કનડતી નહોતી. આજે તો બસ, એને આવી તમામ બળતરાઓ અને સંતાપોનો કાયમી ઉકેલ લાવી આપે, એવા સંતપુરુષના ચરણોનું મનભાવન સાંનિધ્ય લાધી ગયું હતું. હવે તેને કશાયની જાણે કે પરવા નહોતી રહી. એ તો પલાંઠી મારીને બેસી ગયો મુનિરાજના ચરણો પાસે.
મુનિરાજ પણ હેતનીતરતી અને સ્મિત છલકતી નજરે એની સામે જોઈ રહ્યા હતા. તેમની આંખો કદાચ શિવકેતુને નિવેદન કરવા માટે પ્રેરી રહી હતી.
જીવનમાં પ્રથમ જ વાર વાંચવા મળેલી વહાલની એ લિપિ જાણે ઉકેલી લીધી હોય તેમ, શિવકેતુએ હાથ જોડી, મુનિરાજના મુખારવિંદ પર પોતાની આંખ ઠેરવીને વાત માંડી: ભગવંત! મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org