________________
– ૧૭૪ ૪
સમરું પલપલ સતત નામ
–
રાજાની સીમામાં હોત, તો હું તેને પૂછવાય ન રહ્યો હોત. પણ આપ તો પિતાતુલ્ય છો એટલે મારે મર્યાદા જાળવવી જ પડે.
તો આપ દંડનાયક દૂષલને આજ્ઞા પાઠવશો કે તે એવું વલણ ન અપનાવે કે જેથી આપની સાથે મારે વિરોધ થાય. તે કાંઈ જ ન કરે, ને તટસ્થ રહે તોય પૂરતું છે.”
રાજા નરપુંગવની ઉત્કંઠા એકદમ વધી રહી હતી. તેમણે પૂછયું : પછી શૂરપાળે શું કર્યું? કોની તરફેણમાં નિર્ણય આપ્યો?
સેવકે કહ્યું : મહારાજ ! શૂરપાળ રાજા પણ જમાનાના ખાધેલા લાગ્યા. તેમણે બેય સંદેશા સાંભળી લીધા. પછી હળવાશથી બોલ્યા કે આમ તો સુદર્શનની વિનંતિ યોગ્ય લાગે છે. પણ એમાં એક મુદ્દો જરા નબળો જણાય છે. સુદર્શને એમ લખ્યું છે કે ‘વસંતશ્રીને તેના પિતાએ મને વરાવવાનું વચન આપેલું છે. પણ આ મુદ્દો દૂષલના લેખમાં કેમ નથી? આવી મહત્ત્વપૂર્ણ વાત લખવાનું દૂષલ ભૂલી જાય તે કાંઈ શક્ય નથી લાગતું.
સારું. અત્યારે બધા સેવકો પોતપોતાના સ્થાને જાવ. હું જરા વિચારીને ઉત્તર આપીશ. આમ કહીને તેમણે તે આવેલા મનુષ્યોને વિદાય કરી દીધા.
એ લોકોના ગયા પછી તેમણે સભામાં નજર ફેરવી, તો એક સભાસદે રાજાને પૂછ્યું : મહારાજ! અમને બધાને આજે બહુ અચંબો થાય છે.
કેમ?
“મહારાજ! સુદર્શન આટલો બધો નમ્ર કયે દહાડે થઈ ગયો. હશે? એના લેખમાં શબ્દ શબ્દ વિનય જોઈને અમે તો દંગ થઈ ગયા છીએ. આપનું શું માનવું છે.?” સભાસદે જવાબ વાળતાં વાળતાં પૂછી લીધું.
રાજા કહે : તમારું નિરીક્ષણ સાવ સાચું છે. કાગડાના મોઢામાંથી રામ નીકળે તો સુદર્શન જેવા ઉદ્ધત રાજપુત્રના મોંમાંથી વિનયવચનો નીકળે. છતાં આ લેખમાં ભારોભાર વિનય છલકાય છે તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org