________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
. ર૭૭
–
તે ભારે પ્રમોદ અનુભવવા લાગ્યાં. - ત્યાં તો દાસીઓ સફાળી બેઠી થવા માંડી. સાથે જ પોતપોતાનું કર્તવ્ય યાદ કરતી કરતી કામે લાગી ગઈ. બધી સેવિકાઓએ જોયું કે આપણાં રાણીને પુત્ર પ્રસવ્યો છે, એટલે બધી હરખઘેલી બની ગઈ. કોઈ નાચવા માંડી, કોઈ દુઃખણાં લેવા લાગી, કોઈ વળી દરવાજે જઈને ઉખળ અને મૂસળને ઊભાં ગોઠવવા લાગી - શુકનને માટે જ તો. કોઈએ દ્વાર પર લોખંડની છરી બાંધવા માંડી – કુદષ્ટિથી બચવા માટે. તો એકે વળી ચંદનના મંગલ કળશો દ્વાર પર ગોઠવવા માંડ્યા.
સુવદના નામની એક દાસી જરા ચાલાક હતી. તે બીજું બધું પડતું મૂકીને દોડી સીધી રાજા સુમિત્ર પાસે. ત્યાં જઈને, શ્વાસ ખાવા જેટલીયે વાર લગાડ્યા વિના પુત્ર-જન્મની વધામણી આપી.
અમૃત જેવાં મીઠડાં આ વચન સાંભળતાં જ રાજા તો આનંદના મહાસાગરમાં ક્ષણભર ગરકાવ થઈ ગયા! તેમણે તત્કણ તે દાસીને તેની સાત પેઢીનું દળદર ફીટે તેટલું દાન આપીને દાસીપણામાંથી નિવૃત્ત કરી.
પછી તો એવું બન્યું કે અંતઃપુરમાંથી એક પછી એક સેવકો કે સેવિકાઓ વધામણી આપવા આવતાં જ ગયાં. સહુને હતું કે હજી રાજાજીને કોઈએ કહ્યું નહિ હોય; અમે કહી આવીએ, તો અમારું દળદર તો ફીટે!
રાજા પણ આજે નિરવધિ પ્રસન્ન હતા. તેમણે અપાર ઠાવકાઈ દાખવી. જે પણ વધામણી આપવા અંતઃપુરમાંથી આવ્યું. તેને તેમણે પ્રથમ વધામણી આપનાર' તરીકે જ ગણવાનું રાખ્યું, અને તેથી તે રીતે આવનાર દરેકનું દળદર તેમણે ફેડડ્યું.
આ પછી રાજા સ્નાનાદિથી પરવાર્યા. નગરમાં સર્વત્ર શણગાર, નાચ-ગાન-ખેલકૂદ-ઉત્સવ-કીડા વગેરે યોજવાની સેવકોને આશા આપી. બંદીખાને પૂરેલા અપરાધીઓને છોડી દેવડાવ્યા. અમારિઘોષણા કરાવી. કરવેરા તથા મહેસૂલ વગેરેની માફી તેમ જ ઘટાડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org