SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કુબેરદત્ત જ ૬૧ – કશા છે બધા જીવો પોતાનાં કર્મોને અનુસાર ઉદ્યમ કરે છે, પણ તો તેની સાથે જ એમ પણ કહેવું રહે કે જે જીવ જેવો-જે દિશાનો ઉદ્યમ કરે છે તે તેવા – તે ઉદ્યમને અનુરૂપ કર્મોનું ઉત્પાદન કરે છે.' તાત્પર્ય એ કે જેવો પુરુષાર્થ તેવાં કર્મો, ને જેવાં કર્મો તેવો પુરુષાર્થ. એટલે આ બેમાં કોણ વધુ બળવાન એવો નિર્ણય કરવાને બદલે આ બન્ને પોતાના સ્થાને સમાનપણે બળવાન ગણાય, એમ સ્વીકારવું એજ વધુ ઉચિત જણાય છે. - સિદ્ધાંતોમાં પણ પ્રતિપાદન થયું છે કે ક્યારેક કર્મ બળવાન ને પુરુષાર્થ દુર્બળ બને છે; તો ક્યારેક પુરુષાર્થ વધુ સબળ અને કર્મો તેની સામે નિર્બળ અનુભવાય છે. પોતાના આ પ્રત્યુત્તરના સમર્થનમાં મુનિરાજે કુમારને રાજા હર્ષદેવ, રાજા અંબુચીચ વગેરેનાં વિસ્તૃત કથાનકો પણ વર્ણવી બતાવ્યાં. અને પ્રાંતે ઉમેર્યું: ભાઈ ! સમુદ્રના મહાપૂરને કોઈ વખત ખાળી શકાય એવું બને, પરંતુ ગત જન્મોના પુરુષાર્થ વડે ઉત્પન્ન કરેલાં શુભ યા અશુભ કર્મોનાં પરિણામોને ખાળવા એ કેવળ અશક્ય છે. માટે એવો પુરુષાર્થ કરવો કે જેથી બંધાતાં કર્મો પણ આત્માને ઉન્નતિ તરફ જ વાળવામાં સહાયક નીવડે. મુનિરાજ આટલું કહીને વિરમ્યા, ત્યારે રાત્રિ પૂર્ણતાને આરે આવી પહોંચી હતી. કુમાર પરિતૃપ્ત હતો. આવું અનૂઠું તત્ત્વપાન કર્યા પછી કાંઈક બોલીને રસસમાધિમાં ભંગ પાડવાનું કુમારને ઉચિત ન લાગ્યું, અને તે મૌનપણે મુનિને પ્રણમીને ત્યાંથી નીકળી ગયો. મુનિ પણ પોતાના પ્રાત:કર્મમાં પરોવાયા. હો ફાટી રહ્યો હતો. નિબિડ અંધકાર અને અડાબીડ જંગલ – બેની જુગલબંદી પૂરી | થઈ હતી, અને પ્રકાશના પ્રચંડ આક્રમણે અંધકારને ઊભી પૂંછડીએ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy