________________
કબેરઠા
જ ૬૫
આખા રસ્તે તેના મગજમાં એક જ સવાલ ઘૂંટાતો રહ્યો:પિતાજીએ તાકીદે કેમ તેડાવ્યો હશે? કાંઈ ઉપાધિ આવી હશે? કોઈ દુશ્મનનો ભય ઊભો થયો હશે? શું હશે? ઝટ પહોંચું ને ઝટ પિતાજીને મળું.
આ એક જ ધૂનમાં તે મજલ કાપતો રહ્યો. ગણતરીના જ દિવસોમાં તે પહોંચી ગયો, પિતાજીના સાનિધ્યમાં. હજી પિતાના ચરણોમાં તે વંદન કરે ત્યાં જ તેના પિતા પરમ હર્ષભેર તેને ભેટી વળ્યા, ને બોલ્યા:વત્સ! અગાઉ તેં મને શ્રાવકધર્મ પમાડીને મારા પર ઉપકાર કર્યો હતો. હવે એવો જ બીજો ઉપકાર તારે મારા પર કરવાનો છે. મને હવે સંયમધર્મ ગ્રહણ કરવાની તમન્ના જાગી છે; તું આ રાજ્યધુરા સંભાળી લેવા દ્વારા મને સહાય કરે તો જ હું તે ગ્રહણ કરી શકું; આ માટે જ મેં તને અહીં ઉતાવળે બોલાવ્યો છે. બોલ, મને સહાયક થઈશ?
કુબેરદત્તની આંખો આ સાંભળતાં જ ભીની થઈ ગઈ. તેણે કહ્યું:દેવ! મારી એકમાત્ર મહેચ્છા એ હતી કે હું નિત્ય આપના ચરણોમાં બેસી રહું ને આપની આજ્ઞાનું પાલન કર્યા કરું. આપ આ રીતે ચાલ્યા જાવ તો મારી આ ઈચ્છા કેમ કરીને બર આવશે?
પરંતુ પિતાજી! આપ મોક્ષ સુખના પંથે પળવા ઉઘુક્ત થતા હો ત્યારે મારી આવી તુચ્છ ઇચ્છાને વચ્ચે લાવીને આપને અંતરાયભૂત બને તે પણ કેમ બને? આપ પ્રસન્નતાથી આપનું આત્મસાધન કરો, હું આપના આદેશ પ્રમાણે વર્તવા તૈયાર છું.
કુમારની સંમતિ મળતાં જ વિશ્વકાંત રાજાએ જ્યોતિષીઓને આમંત્ર્યા. અને કુમારના રાજ્યાભિષેકનું મુહૂર્ત માગ્યું. જ્યોતિષીઓએ ત્રીજા દિવસનું શ્રેષ્ઠ મુહૂર્ત જોઈ આપ્યું.
બીજી બાજુ રાજાએ ગુરુભગવંતની તપાસ ચાલુ કરી. તેને જાણવા મળ્યું કે વિશ્વપુરથી પાંચેક યોજન દૂરના ક્ષેત્રમાં શ્રી વિમલયશસૂરિ ભગવંત બિરાજમાન છે. તેણે તરત પોતાના માણસોને
ત્યાં રવાના કર્યા:ભગવંતને વિનંતિ કરવા તથા દીક્ષાર્થે તેઓની અનુમતિ લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org