________________
– ૬૬ ૦
સમરું પલપલચકત નામ
–
મુહૂર્તદિને આખા નગરના અનિર્વચનીય ઉલ્લાસ વચ્ચે કુમારનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે દિવસે જિનાલયોમાં પૂજાઓ રચવામાં આવી. બંદીખાનાં છોડવામાં આવ્યાં. અમારિનું પ્રવર્તન થયું. સર્વત્ર આનંદ અને ઉમંગનો માહોલ રચાઈ ગયો.
એ જ દિવસે ગુરભગવંત પાસે મોકલેલા સેવકો પણ આવી પહોંચ્યા. તેમણે શુભ સમાચાર આપ્યા કે ગુરુભગવંત નગર બહારના ઉદ્યાનમાં પધારી ગયા છે.
રાજા કુબેરદત્તે પિતાજીની ભાવનાને અનુરૂપ ભવ્ય દીક્ષાયાત્રાનું આયોજન કર્યું. પ્રજાના હૃદયમાં હિલોળા લેતા ઉલ્લાસના મહાસાગરમાં તરતાતરતા શિબિકા-આરૂઢ રાજા વિશ્વકાંત દીક્ષાયાત્રા સહિત ઉપવનમાં પહોંચ્યા. અને ત્યાં આચાર્ય વિમલયશસૂરિ ભગવંતના વરદ હસ્તે વિધિપૂર્વક તેમણે સંયમ અંગીકાર કર્યો. તેમની સાથે મંત્રી સુબુદ્ધિ સહિત અન્ય અઢીસો આત્માઓએ પણ સંસાર ત્યજીને સંયમમાર્ગ ગ્રહણ કર્યો.
રાજા કુબેરદત્ત સજળ નેત્રે સૌને વંદના કરી રહ્યો.
સૂરિભગવંતની નિશ્રા મેળવીને વિશ્વકાંત રાજર્ષિ પ્રસન્નપ્રસન્ન
અન્ય મુનિવરો પણ આવી સાધના પામીને કૃતાર્થતા અનુભવે
સૂરિજી પણ સૌ નૂતન સાધુઓને સાધુચર્યા શીખવે છે. જ્ઞાનાભ્યાસ કરાવે છે. અને આત્માના સાધનમાં જોડે છે.
થોડોક વખત વિશ્વપુરમાં સ્થિરતા કરીને ગુરુભગવંત પરિવાર સાથે અન્યત્ર વિહરી ગયા.
વિશ્વકાંત મુનિ પોતાની પ્રચંડ પ્રજ્ઞાના યોગે ટૂંક સમયમાં જ દ્વાદશાંગીના પારગામી જ્ઞાતા બન્યા. કાળક્રમે તેમની યોગ્યતા જાણીને ગુરુભગવંતે તેમને આચાર્ય પદ આપ્યું, અને ૨૫૦ મુનિઓનો પરિવાર તેમને સોંપી સ્વતંત્ર રીતે વિચરવાની અનુજ્ઞા આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org