SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શિવકેતુ ૨૭ – મેં પહેલાં જ આપને કહ્યું છે કે જ્યાં સુધી આપ મને વ્રત માટે અનુમતિ નહિ આપો ત્યાં સુધી હું ભોજન નહિ કરું. આ મારી અતૂટ પ્રતિજ્ઞા છે માટે કૃપા કરીને આપ આ માટે મને આગ્રહ કરતા નહિ. આપ રજા આપશો પછી જરૂર જમીશ. વિશ્વભૂતિ તો ચાલ મહારાજ પાસે. હવે બધી વાત જાણવી તો પડશે જ. શિવકેતુ: ચાલો. સૌ ચાલ્યા સૂર સાધુ પાસે. ' આગળ શિવકેતુ. પાછળ વિશ્વભૂતિ. તેની પાછળ વિશ્વદત્તા શિવકેતુની માતા. - શિવકેતુના મોં પર સફળતાની ઉજ્જવળ આશા ઝળહળી રહી હતી. - વિશ્વભૂતિના મુખ પર વિસ્મય અને જિજ્ઞાસાની મિશ્ર લાગણીઓ ફરક્યા કરતી હતી. વિશ્વદત્તા તો મંત્રમુગ્ધ હતી, પોતાના ગમાર માની લીધેલા લાડલાની અણકલ્પી વાતો અને વિદગ્ધતા ઉપર. ગણતરીની પળોમાં જ ત્રણે પહોંચી ગયા પેલા ઉપવનમાં. સૂર મુનિ ત્યાં જ, એ વૃક્ષ નીચેના ઓટલા ઉપર જ બિરાજમાન હતા. તેમને જોતાં જ શિવકેતુ વંદના કરવા ગયો, ત્યાં મુનિએ રોક્યો, ને કહ્યું: બાજુની જ વાડીમાં મારા ગુરુભગવંત બિરાજે છે. તેમને તથા બીજા સાધુઓને પ્રથમ વંદના કરી આવ, પછી અહીં આવ. - શિવકેતુએ તેનો અમલ કર્યો. તે આચાર્ય ભુવનભંગ-ગુરુ પાસે ગયો, ત્યાં તેમને તથા અન્ય અનેક સાધુઓ હતા તેમને વંદન કર્યા, ને તરત તે પાછો ફર્યો. સૂર સાધુને વંદના કરી. ને તેમની સન્મુખ હાથ જોડીને બેસી ગયો, - રાજપુરોહિત વિશ્વભૂતિ તો ચુસ્ત બ્રાહ્મણઃ હાથીના પગ તળે કચડાઈ જવું બહેતર, પણ જૈન મંદિરમાં ન જવાય, એવી પરંપરાગત | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy