________________
શ્રીનિવતરવાની
૩૦૫
–
એક વાર એણે કોઈ સાધુજનના મુખે સાંભળ્યું કે જે પુણ્યાત્મા જિનબિંબ ભરાવે તેને ભવાંતરમાં ભવતારક સદ્ધર્મ સુલભ થઈ જાય.”
આ વાત સાગરદત્તને ક્યી ગઈ, અને તક મળતાં જ તેણે સોનાની જિનપ્રતિમા ભરાવી અને ઉત્સવપૂર્વક તેની પ્રતિષ્ઠા પણ કરાવી.
હવે બનેલું એવું કે તેણે આ અગાઉ પોતાના ખર્ચે એક રમણીય શિવાલય બંધાવેલું. તેમાં શૈવ સંપ્રદાયના સાધુઓ માટેનો આશ્રમ પણ રાખેલો. એમાં શૈવ મનના વિવિધ પર્વ-તહેવારો કાયમ ઊજવાતા રહેતા.
એક પ્રસંગે પવિત્રા-આરોપણનું પર્વ હતું, અને તે દહાડે શિવલિંગને ઘીના ઘાડવા વડે સ્નાન કરાવવાનો વિશેષ મહિમા હતો. પોતાનું મંદિર, એટલે સાગરદન સવારથી ત્યાં જ ઉપસ્થિત હતો. સમય થતાં જ સંન્યાસીઓ, બટુકો તથા શિવભક્તો ઘીના ડબ્બા, ઘાડવા વગેરે વિવિધ પાત્રો ભરીભરીને આવવા લાગ્યા, અને ઘી સીધું શિવલિંગ ઉપર રેડવા લાગ્યા. પરિણામે ઘીના રેલા ચારેકોર વહેવા લાગ્યા. થોડીવારમાં ઘીની સોડમથી આકર્ષાઈને ઊધઈઓ ત્યાં એકત્ર થઈ ગઈ.
ભક્તોની આવ-જા તો ચાલુ જ હતી. રસ્તો આખો ઘીથી ચીકણો બની ગયેલો; તે પર ઊધઈનાં જંતુઓ ચીપકી ગયેલાં; અને આવજા કરનારા મનુષ્યો તો કશું જ જોયા વિના ઊધઈઓને પગતળે કચડતા કચડતા ચાલ્યા જ જતા હતા.
સાગરદત્તથી આ સહન ન થયું. તે દયાળુ હતો તે ત્યાં ઊભો રહી ગયો, અને પોતાના ખેસના છેડા વતી તે ઊધઈઓને એક બાજુ ખસેડવા માંડ્યો.
આ જોઈને એક સાધુ રોષે ભરાયો. “આ વળી સેવડાઓના ચાળે ચડી ગયો લાગે છે' એમ બૂમો પાડતો તે ત્યાં દોડી આવ્યો, અને સાગરદત્તે ઘીથી લથબથ થઈ પડેલી ઊધઈઓનો ઢગલો એક તરફ કર્યો હતો તેને પગ વડે કચડી નાખ્યો.
સાગરદત્તને આથી માઠું લાગી ગયું. તેણે આશ્રમના પરમાચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org