________________
૭૮
સમરું પલપલ સુવ્રત નામ
આપ ત્યાં અમે. જે આપની ગતિ તે અમારી ગિત.
વીરસેન સ્તબ્ધ થઈ ગયો. પોતાના સેવકોની આ વફાદારી તેના માટે અકલ્પ્ય હતી. તેના આનંદનો પાર ન રહ્યો. તેણે બધાને હૈયાના હેતથી પોંખ્યા ને સાથે રહેવાની સંમતિ દર્શાવી.
કુમાર માટે એક અશ્વની જોગવાઈ પહેલેથી જ માધવે કરી લીધી હતી, તે અશ્વ પર કુમાર આરૂઢ થયો, અને આખો રસાલો આગળ ચાલ્યો.
પણ હવે કુમારના મનમાં ચિંતા પેઠી; અત્યારસુધી તો એકલો હતો; હવે આ મોટો બધો રસાલો થયો. આ બધાનું ભરણ-પોષણ શેં થશે?
પણ માધવે એ ચિંતા પણ ન રહેવા દીધી. તેણે કુમારને જણાવ્યું: મહારાજ! કુસુમપુર નગરનો ભોગવટો આપને રાજાજીએ આપેલો, ત્યારે ત્યાંના પ્રિયમિત્ર નામના શ્રેષ્ઠીએ આપની અનુમતિ મેળવીને એક જિનાલય બંધાવેલું, તે યાદ છે?
હા, બરોબર યાદ છે, પ્રિયમિત્ર તો મારો પરમ સ્નેહી છે. તો મહારાજ! હવે આપના એ સ્નેહી શ્રેષ્ઠી ૫૨ આફતનાં વાદળ વરસવા માંડ્યાં છે. આપને દેશવટો અપાયો કે તરત જ સિંધુષેણને યુવરાજપદ અપાયું, ને તે સાથે જ કુસુમપુરનો અધિકાર તેને સોંપાયો. તેણે કુસુમપુર જઈને પહેલું કામ એ કર્યું કે આપના પ્રત્યે ભક્તિ કે કૂણી લાગણી ધરાવનારા તમામને શોધીશોધીને સંતાપવા માંડવા. એમાં પ્રિયમિત્રનો પણ વારો પડી ગયો છે.
Jain Education International
એમાં બીજું તો ઠીક, શેઠ બધી રીતે પહોંચી વળે તેવા છે; પણ આણે તો તેમના દેરાસરમાં અને તેમની ધર્મ-પ્રવૃત્તિમાં રંજાડ આદર્યો છે. આથી શ્રેષ્ઠી દુ:ખીદુ:ખી છે.
એ શેઠ સતત આપને સંભારે છે, આપની વહાર ઝંખે છે, ને તે ઇચ્છે છે કે ગમે તે ભોગે પણ આપના હાથમાં પાછું શાસન આવવું જ જોઈએ, અને તે માટે જે પણ ભોગ આપવો પડે તે આપવા તે તૈયાર છે.
એમ? તો સિંધુષેણ આટલી બધી હીનતા ૫૨ ગયો? અને
For Private & Personal Use Only
www.jainelibrary.org.