________________
– ૭૪
સમરું પલપલ સવ્રત નામ ––
વાળવાનું તો રાજાનું ગજું જ શેનું હોય?
રાજા સમજે બધું જ. મોટા કુમારની યોગ્યતાનો તેને પાકો ખ્યાલ, અને નાના કુમારની ઉદ્ધતાઈભરી વર્તણૂકો પણ તેની નજર બહાર નહિ જ. પરંતુ નાની રાણીના રૂપના જાદુ એવા હતા કે રાજા મા-દીકરાને કશું જ કહી કે કરી ન શકે. એ વિચારતો કે જવાબદારી આવશે એટલે આપોઆપ બધું થાળે પડી જશે.
સમયના ક્રમ અનુસાર એકદા રાજાએ વીરસેનને યુવરાજપદે સ્થાપવાનું નક્કી કર્યું. મોટો પુત્ર તે હતો, ને એ રૂએ રાજ્યનો ભાવી રાજા પણ તે જ હતો, વળી તે યોગ્ય પણ હતો તે પદ માટે. એટલે રાજાએ તેને યુવરાજપદે બેસાડવાનું જાહેર કર્યું.
રાજાની આ જાહેરાતના સમાચાર રાણીવાસમાં પહોંચતા જ રાણી પદ્મશ્રી વિફરી. વીરસેન જો યુવરાજ થાય તો મારા દીકરાનું શું? આ ચિંતા તેના ક્રોધનું કારણ હતી. રાજા આવે કે તરત જ આ ચિંતાનો ઉકેલ લાવવાની તેણે ગાંઠ વાળી.
ભોજનવેળા થઈ. રાજાજી પધાર્યા. હજી આસન પર સ્થાન ગ્રહણ કરે ત્યાં જ રાણીએ પોત પ્રકાશ્ય: મહારાજા વીરસેનને યુવરાજપદ, તો મારા દીકરાને શું? સિંધુસેનનું સ્થાન અહીં કયું? તે નક્કી કરી આપો. વીરસેન પાટવી, ને સિંધુસેન ફટાયો એ પરિસ્થિતિ હું સ્વીકારવા તૈયાર નથી.
રાજા તો શિયાવિયાં તેણે એક પણ દલીલ કર્યા વિના, જાણે શરણાગતિ સ્વીકારતો હોય તેમ કહ્યું : દેવી! તમે શું ઇચ્છો છો? તમે કહો તે સિંધુસેન માટે કરવા હું તૈયાર છું. કહો, શું કરું?
રાણીને તો આટલું જ ખપતું હતું. તેણે પૂરી ધૃષ્ટતાથી કહ્યું : મહારાજ! કાન ખોલીને સાંભળી લો. મારો દીકરો સિંધુસેન રાજનો યુવરાજ થાય; અને કુમાર વીરસેન પહેરેલે લુગડે - એકલો આ દેશ અને ઘર છોડીને ગમે ત્યાં ચાલ્યો જાય - દેશ-નિકાલ થાય; આ બે વાત તમને સ્વીકાર્ય હોય તો હા, નહિ તો હું મારો રસ્તો શોધી લઈશ.
આટલું કહેતાંક રાણીએ પોતાની પાસેની થેલીમાંથી એક કાગળ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org