________________
સમરે પલપલ
ત નામ -
તરત જ વજકુંડલે સહાનુભૂતિ દર્શાવતાં પૂછ્યું તો તમારા રસાલાનો નિવહ કેમ થતો હશે? હું તેનો પ્રબંધ કરાવી દઉં છું.
માધવે વિનયપૂર્વક તેનો ઈન્કાર કરતાં સમજાવ્યું કે કુમારના મિત્રો દ્વારા તેનો પ્રબંધ યોગ્ય રીતે થાય છે. હા, અમને જ્યારે જરૂર પડશે ત્યારે અવશ્ય અને વગર સંકોચે આપની પાસે જે જોઈશે તે માગી લઈશું. .
વજકુંડલ પ્રસન્ન થયો. જ્યારે જે પણ સહાયની જરૂર પડે તે માગી લેવા તેણે માધવને નિર્દેશ આપ્યો.
બન્ને કુમારો પ્રતિદિન મળે છે. સત્સંગ કરે છે.
ક્યારેક કથાવિનોદ દ્વારા, તો ક્યારેક કાવ્યચર્ચામાં, ક્યારેક કલાવાર્તામાં, તો ક્યારેક વિધવિધ રમત-ક્રીડાઓમાં બન્ને કાળક્ષેપ કરે છે.
બન્ને ઘણીવાર અશ્વ ખેલાવવા પણ સાથે જાય છે. વનવિહાર પણ કરે છે, તો ક્યારેક બળપરીક્ષામાં પણ જોડાય છે.
વજકુંડલને વીરસેનના બીજા ગુણોનો પરિચય તો મળ્યા કરતો હતો, પણ તેના શૌર્યનો-બળનો તાગ પામવી હજી બાકી હતો.
પણ એક પ્રસંગે એ પણ પમાઈ ગયો. બન્યું એવું કે –
વજકુંડલને ઘોડેસવારી કરવા જવાનો સમય થઈ ગયો હતો, એટલે તે તો પોતાના અશ્વ પર આરૂઢ થઈને ચાલવા માંડ્યો. વીરસેને પણ તેની સાથે જ જવાનું હતું. પરંતુ તેના અશ્વને અશ્વપાલકો પાણી પીવડાવવા લઈ ગયેલા, તે હજી આવ્યા નહોતા.
હવે શું થાય? વજકંડલને રોકાવાનું કેમ કહેવાય? અને સાથે ન જાય તો ઉચિત પણ ન દેખાય.
એટલે વીરસેન તો અશ્વારૂઢ વજકંડલની સાથેસાથે ત્વરિત ગતિએ ચાલવા માંડ્યો. તેણે વિચાર્યું કે અશ્વ અધવચ્ચે જ મળશે, ને ત્યાંથી તેને લઈ લઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org -