________________
શ્રીવર્ગ
છે ૧૯૧
નથી, કે નથી થતો કોઈ અનર્થ.
પણ કુમારને ગળે આ વાત ન ઊતરી. તેણે હા-નાકાની ચાલુ જ રાખી.
વનશ્રી કંટાળી. તેણે છેવટનું હથિયાર ઉગામ્યું ઃ મહારાજ! જો તમે આજે જ કુંવરીનો સ્વીકાર કરી લેશો, તો હું તમને એક ભયંકર અને અનર્થકારી દૂષણથી બચાવી લઈશ. પણ જો નહિ સ્વીકારો તો ભગવાન કે ભાગ્ય – કોઈ તમને એ દૂષણથી ઉગારી નહિ શકે.
કુમારે અધીરા થઈને પૂછયું : કયું દૂષણ એ?
વનશ્રી : દેવ! સીધી વાત છે. જો આજે આપે કુંવરીને નહિ પરણો, તો તે હવે પોતાની વ્યાકુળતાને જીરવી નહિ શકે, ને અવય આત્મહત્યા કરશે. આનો દોષ જે હશે તેના નિમિત્ત આપ હશો. હવે આપને ઠીક લાગે તેમ કરો. - કુમાર ઠરી જ ગયો આ સાંભળીને થોડી પળો માટે તે ઊંડા ચિંતનમાં ડૂબી ગયો. તેને થવા માંડ્યું કે જરૂર, કુંવરીની હાલત અત્યંત વિવળ હશે. તે વિના તેની સખી આવાં કઠોર અને મર્મઘાતી વેણ ન ઉચ્ચારે.
મેં પ્રાર્થનાભંગ કર્યો એવું જો કુંવરી જાણશે ને આણે કહ્યું તેમ જો તે એનો આઘાત જીરવી નહિ શકે અને આત્મઘાત કરશે, તો તેને માટે જવાબદાર હું જ હોઈશ તે વાત પાકી છે. અને તે પછી મને જે ડંખ, અપરાધબોધ અને પશ્ચાત્તાપ થશે તે કદાચ મને જીવનભર કોય જ કરશે. વળી, જગતમાં મારી અપકીર્તિ થશે ને આવા વેદિયાવેડા બદલ વડીલો નારાજ થશે તે લટકામાં.
માટે મારે આની વાત માનવી જોઈએ અને કુંવરી પાસે જઈને તેનો સ્વીકાર વિધિવત્ કરી લેવો જોઈએ.
મનમાં આવો નિર્ણય ઊગતાં જ તેણે વનશ્રીને કહ્યું : વનશ્રી! તારી વાતનો હું સ્વીકાર કરું છું. તું ઝટ જા, અને લગ્નોચિત સામગ્રી એકઠી કર. બધી વ્યવસ્થા પણ ગોઠવ. હું તૈયાર થઈને ત્યાં પહોંચું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org