________________
શિવકેતુ
ક
૩
ન્યાય, પ્રજાપાલન અને સદાચાર હોય એ રાજ્યમાં દુઃખ ને દુરાચારને અવકાશ તો શું, પ્રવેશ પણ ન મળે !
રાજા જેવો ન્યાયી, એવો જ ધર્મી. પોતાના રાજ્યમાં ને નગરમાં ધમચરણ વધતું રહે તેમાં રાજા મણિમાલીને ઊંડો રસ. તેનો રાજપુરોહિત વિશ્વભૂતિ પણ તેના આ ધર્મ-રસને પોષે એવો જ હતો જ્ઞાની અને કર્મકાંડી. - હંમેશા અગ્નિહોમ કરવાનો જ; ત્રિકાળ સંધ્યા કરવાની જ. વેદપઠન અને મંત્રોચ્ચારો તો તેના ત્યાં અવિરત ચાલ્યા જ કરે. વળી વેદોના અધ્યયનની એક પાઠશાળા પણ તે ચલાવે. એમાં સેંકડો બટુકો ભણે અને બ્રાહ્મણ’ બનવાથી તાલીમ લે. વિશ્વભૂતિનું ઘર એટલે એક નાનકડું શહેરી તપોવન જ જોઈ લો!
તેની પત્ની વિશ્વદત્તા પણ સાચા અર્થમાં તેની સહધર્મચારિણી હતી. પતિનાં તમામ કાર્યો, અનુષ્ઠાનો, વિધિવિધાનો અને વ્યવહારોમાં તે પતિની સાથે ખભા મિલાવીને ચાલતી. વિદ્યાર્થીઓ માટે તે તો ગુરુમાતાની ગરજ સારતી.
આવા મજાના આ પુરોહિત-દંપતિને એક નાનકડો પુત્ર પણ છે : શિવકેતુ. શિવકેતુ છે નાનો – આઠેક વર્ષનો, પણ ભારે ગુણિયલ છે : જેવો શાંત તેવોજ શાણો; જેવો મહેનતુ તેવો જ આજ્ઞાંકિત. જેવો બુદ્ધિમાન તેવો જ અભ્યાસુ.
ધર્મ-કર્મ-નિષ્ઠ મા-બાપને વહાલ ઊપજે તેવાં બધાં જ તત્ત્વો શિવકેતુમાં હતાં; છતાં કોઈ અગમ્ય કારણોસર તેના પુરોહિત બાપને તે અકોણો લાગતો. તેને દેખે ને તેના પિતાને અસુખ થાય; ધૃણા જન્મે. બાપને ક્યારેય તેના માટે સ્નેહ તો જાગે જ નહિ; ભણાવે પોતે જ, પણ ભારે તિરસ્કારથી.
પિતાને કોઈ પુત્ર પ્રત્યે સ્નેહ ન હોય કે ઓછો હોય એવું ક્વચિત્ જોવા મળે; પણ એવા કિસ્સામાં એ પુત્રને માતા તરફથી બેવડો સ્નેહ સાંપડતો હોય. શિવકેતુની બાબતમાં આથી સાવ ઊલટું જ હતું. તેના પિતાની જેમ જ તેની માતાને પણ તે અકારો બની ગયેલો. પતિને જ પરમેશ્વર માનતી એ બ્રાહ્મણી: એના મનમાં કદાચ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org