SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્મ ( ૨૦૧ એને મોકલી દીધા પછી શ્રીવર્મના મનમાં ગડમથલ ચાલી : પાછળથી આવનારું સૈન્ય હજી આવ્યું કે ન આવ્યું, તેના સમાચાર હજી કાંઈ કેમ નહિ આવ્યા હોય? એ આવી ગયું હોય તો તેને લક્ષ્યમાં રાખીને પ્રતિકાર કરવાનું ગોઠવું. ન આવ્યું હોય તો અત્યારે હું અહીં ને અહીં જ નાટક જોવામાં રાત્રિનો ચોથો પ્રહર પણ વીતાવી દઉં તે જ ઠીક છે. ભલે અત્યારે નરસિંહ મારી છાવણી પર ધાડ પાડે ને લૂંટી જાય. સવારે તેનો યોગ્ય ઈલાજ થઈ શકશે. કુમાર આવી ચિંતામાં રમતો હતો ત્યાં જ તેની સમક્ષ તેના સેનાપતિ રણસિંહનો વિશ્વાસુ સેવક સુંદર આવી ઊભો. તેને જોતાં જ કુમાર સાકાંક્ષ થઈ ગયો, ને આતુરતાથી પૂછ્યું : તું? ક્યારે આવ્યો? બોલ, ઝટ ઝટ જે હોય તે કહેવા માંડ. સુંદરે પણ કુમારની આતુરતા પારખીને કોઈ જ ઔપચારિકતા બતાવ્યા વિના વાત ચાલુ કરી : મહારાજ કુમાર! આપની આજ્ઞા અનુસાર સેનાપતિજીએ મને આપણા પાછળ આવી રહેલા સૈન્યની તપાસ કરવા દસ સૈનિકો સાથે મોકલ્યો હતો. અમે એકાદ યોજન ગયા હોઈશું ત્યાં જ આપણું સૈન્ય દડમજલ કરતું આવી રહેલું અમારા જોવામાં આવ્યું. સૂર્ય અસ્ત થવાની ત્યારે તૈયારી હતી. - સૈન્યની આગેકૂચ ચાલુ જ હતી, ને હું તે સૈન્યમાં પ્રધાન નાયક તરીકે નીમાયેલા યોગરાજને ઝડપથી મળ્યો, અને આપનો આદેશ તેને કહ્યો. તેણે તરત જ સૈન્યને ત્યાં ને ત્યાં સ્થગિત કરાવ્યું ને પડાવ નખાવ્યો. પછી તેમાંથી ચુનંદા સુભટો તથા આયુધો વગેરે જુદું તારવી તે બધું તેજીલી સાંઢણીઓ પર ચડાવી તે આગળ વધ્યો; યુદ્ધ માટે અસમર્થ એવા લોકોને તેણે તે પડાવમાં જ રાખ્યા, અને તેનો હવાલો સિંહરાજને સોંપ્યો. હું પણ યોગરાજની સાથે જ થઈ ગયો. થોડુંક ચાલ્યા પછી મેં તેને કહ્યું કે કુમારશ્રીએ મને ફરમાવ્યું છે કે તમને સંદેશો પહોંચાડીને મારે પાછા તેમની પાસે ઉપસ્થિત થવું. એટલે હું | ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy