________________
શ્રીવર્ગ
. ૧૫૧
-
શિક્ષણ એટલે અધ્યયન. શિક્ષણ એટલે ઘડતર.
ઘડતર પણ બે પ્રકારનું : એક સંસ્કારોનું જાગરણ અને બીજું, સદ્ગણોનો વિકાસ.
આવા ઘડતર વિનાનું અધ્યયન કાં તો નરી ગોખણપટ્ટી બની રહે, કાં તો મિથ્યા આયાસમાત્ર.
તો આવા ઘડતરથી સભર અધ્યયનનું પરિણામ એ કે વિદ્યાર્થીની દૃષ્ટિનો અને ક્ષમતાનો સર્વાંગીણ અને વળી હકારાત્મક ઉઘાડ થતો આવે, અને સાથે સાથે જીવનનો પણ પ્રાણવાન વિકાસ સધાય.
ઉપાધ્યાય જયશમાં એક દૃષ્ટિસંપન્ન અધ્યાપક હતા. એ બરાબર સમજતા હતા કે મારે આવતીકાલના એક રાજવીનું ઘડતર કરવાનું છે. એને ઘડવામાં જેટલી કાળજી રાખીશ તેટલો એ ગુણિયલ, નિર્વ્યસની, સદાચારી અને ન્યાયસંપન્ન નીપજશે. એથી યે વધુ, એના ઘડતર ઉપર જ દેશની પ્રજાની સુખાકારી અને આબાદી નિર્ભર હશે. માટે એના ઘડતરમાં લેશ પણ કચાશ કે કસર ન પાલવે.
એટલે એમણે પૂરા લક્ષ્યપૂર્વક કુમારની કેળવણી આદરી દીધી.
તો સામે પક્ષે કુમાર શ્રીવર્મ પણ ગુરુજીનો જ નહિ, પણ ગુરુપત્ની, ગુરુપુત્રો, અન્ય ગુરુજનો ઉપરાંત પોતાના પુરોગામી વિદ્યાર્થી સાથીદારોનો પણ પૂરેપૂરો વિનય સાચવતો. ગુરુજીની પ્રત્યેક આજ્ઞા અને સૂચનાનું તે ભલીભાંતે પાલન કરતો. આળસનું તો નામ ન હતું તેનામાં. અત્યંત હોંશીલા, ફૂર્તીલા અને પરિશ્રમી વિદ્યાર્થી તરીકે તે થોડા જ સમયમાં પંકાઈ ગયો. તેના વિનયથી તો ગુરુજી ખૂબખૂબ પ્રસન્ન હતા. રાજાના કુંવર, ને તે વળી આવો વિનયી ને મેધાવી - એ તેમના માટે અત્યંત પ્રસન્ન બનાવે તેવી ઘટના હતી. એટલે આવા વિનવી કુમારને શિરે તેમના ચાર હાથ હોય તેમાં શી નવાઈ?
કુમારની સમજણ પણ ભારે પરિપક્વ હતી. તેના પિતા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org