________________
૯૮
સમરું પલપલ સતત નામ -
પક્ષમાં હો તો અત્યારથી જ કહી દેજો, જેથી ખરાખરીના ખેલ પડે ત્યારે રાજપૂતીને જેબ લાગે તેવો દ્રોહ ન કરવો પડે. અને જો ખરા દિલથી તમે સિંધુષણને પક્ષે હો, રહેવા માગતા હો, તો તમારે તેની પ્રતીતિ કરાવી આપવી પડશે.
ફરીફરી કહું કે કોઈનાય ઉપર અવિશ્વાસ છે માટે આ નથી કહેતો; પણ વાતાવરણ એટલું બધું લૂષિત છે કે સગા ભાઈનો પણ ભરોસો કરવાનું હવે મુશ્કેલ બની ગયું છે, માટે જ તમારી પાસેથી પ્રતીતિકર ખાતરી હું માગી રહ્યો છું.' - મહેન્દ્રરાજની આ રજૂઆત, મહારાજ! ખરેખર અદ્દભુત હતી. બધા, હાજર હતા તે તમામ, મોંમાં આંગળાં ઘાલી ગયા હતા ત્યારે.
આ રજૂઆતનો પ્રતીતિકર જવાબ આપવો ત્યાં બેઠેલા સૌ માટે અનિવાર્ય બની ગયો, એટલે એમાંના એક વડેરા ઠાકોરે ઊભા થઈને કહ્યું કે “મહેન્દ્રરાજ! તમારો ધર્મ તમે બરાબર બજાવ્યો છે. હવે અમારી ફરજ અમારે બજાવવી જ જોઈએ. આ બેઠેલા તમામ વતી હું તમને ખાતરી આપું છું કે તમે જીવતા છો ત્યાં સુધી અમે તમને છેહ નહિ દઈએ ને દગો કે વિશ્વાસઘાત નહિ કરીએ, તમારી સાથે જ રહીશું ને લડીશું. બોલો, સંતોષ થાય છે? - મહેન્દ્રરાજે બધા ઠાકોરો ને નાયકોની સામે જોયું, તો સૌએ એ વાતમાં પોતાની હામી ભરી.
પણ તેને સંતોષ ન થયો. તેણે કહ્યું કે માત્ર મૌખિક વાત નહિ, હવે તો મારે પ્રતીતિ જોઈએ.
ઠાકોરોએ કીધું: તમે કહો તેવી પ્રતીતિ અમે કરાવવા તૈયાર છીએ; બોલો, શું કરીએ તો તમને પ્રતીતિ થાય? - મહેન્દ્રરાજે તરત જ સૌના હાથમાં તલવાર લેવડાવીને તલવારને મસ્તકે અડીને સૌને સોગંદ લેવડાવ્યા કે આ યુદ્ધમાં અમે, મહેન્દ્રરાજ જીવતા હશે ત્યાં સુધી, તેનો સાથ ને પક્ષ છોડીશું
નહિ.
મહેન્દ્રરાજને સંતોષ થઈ ગયો. તેને શ્રદ્ધા હતી કે રાજપૂત | બચ્ચો તલવારના સોગંદ લે નહિ, ને લે તો પ્રાણના ભોગે પણ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org