SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્મ ૧૪૯ જવા રજા આપી, એટલે કુમાર મતિવર્ધનની સાથે ને માધવની પાછળ જવા લાગ્યો. - એકાએક ઉપાધ્યાયને કાંઈ સાંભર્યું હોય તેમ તેણે ત્રણેને ઊભા રાખ્યા, ને કહ્યું : જમ્યા પહેલાં તમે બન્ને સરસ્વતીની શેષ લેતાં જાવ. એ શેષના પ્રભાવથી તમને જ્ઞાન ઘણું ચડશે, ને વધુ ઝડપથી આવડશે. અને એમણે તરત દેવી-મંદિરમાંથી એક દ્રાક્ષ ભરેલો થાળ મગાવ્યો, ને આ બાળકો સાથે પત્ની પાસે મોકલ્યો. પત્ની સોમશ્રીને તેમણે કહેવડાવ્યું કે પહેલાં બાળકોને આમાંથી શેષ ખવડાવજો, ને પછી જ બીજુ જમણ પીરસજો.” - આ પછી બાકીના બધા થાળ મંગાવી તેમાંના પદાર્થો સરસ્વતીની શેષ લેખે તેમણે બધા વિદ્યાર્થીઓમાં તથા અતિથિવર્ગમાં વહેંચાવી દીધા. અને એ પછી પાઠશાળા બરખાસ્ત કરી. બધા વિદ્યાર્થીઓ ગયા પછી ઉપાધ્યાય પાછા રાજા સાથે વાતે વળગ્યા. તેમણે રાજાને કહ્યું : દેવ. વિદ્યાભ્યાસ અર્થે ઉદ્યમ કરનારા પુરુષમાં દશ ગુણો હોવા ઘટે : પાંચ બાહરી ગુણ, અને પાંચ આંતરિક ગુણ. આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ, અને શાસ્ત્ર પ્રત્યેનો અનુરાગ – આ પાંચ આંતરિક ગુણો છે. તો પુસ્તક, શિક્ષાચાર્ય, રહેઠાણ, સહાધ્યાયી અને આહાર - આ પાંચ બાહરી ગુણો અર્થાત્ આવશ્યકતાઓ ગણાય. આ દશ પૈકી આરોગ્યને જવા દઈએ, તો નવ ગુણો તો આપણા કુમારને સહજ વરેલા જણાય છે. વાત રહી આરોગ્યની, તો તેની ચીવટ આપે ને અમારે રાખવી જોઈશે. બીજી મહત્ત્વની વાત મને એ લાગી કે કુમારમાં ગંભીરતાનો ગુણ નિરુપમ છે. એને માતૃકાપાઠ પહેલીવારમાં આવડી ગયો હતો, છતાં હું જેટલી વાર તેને બોલાવતો ગયો, તેટલી વાર તે બોલતો જ રહ્યો; તેણે વચ્ચે ભંગ પડે તે રીતે જાતે ન કહ્યું કે મને આવડી ગયો છે. આપણે ન પૂછયું હોત તો કદાચ પછી પણ તેણે સામેથી | તો ન જ કહ્યું હોત. અસાધારણ ગંભીરતા વિના આવું વલણ આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy