________________
વડલ
છે
૭૧
તેણે નમાવ્યા છે, અને તેની સેવા કરવામાં તથા તેની આજ્ઞાનું પાલન કરવામાં સૌ રાજાઓ પોતાને કૃતાર્થ અનુભવે છે. - તે ચક્રવર્તી છે, એટલે સ્વાભાવિક રીતે જ તેને અનેક રાણીઓ હોય, તે રાણીઓમાં શ્રેષ્ઠ એવી એક રાણી છે. દેવી શુભાવતી.
તે રાજાને અતિશય પ્રિય હતી, માનીતી હતી.
તો શુભાવતી પણ જેમ નામથી તેમ ગુણથી, સ્વભાવથી અને આચાર-વિચારથી પણ સર્વથા શુભમય હતી. તેની પતિનિષ્ઠા અજોડ હતી.
રાજા તેનાથી, અને તે રાજાથી – બન્ને પરસ્પર થકી અત્યંત સંતુષ્ટ હતાં. પરિણામે સર્જાયું હતું પ્રસન્ન દાંપત્ય.
આવા સુખી દાંપત્ય જીવનના મધુરા પરિણામની સૂચના આપવા માટે જ હોય તેમ, એક રાત્રે એક અદ્ભુત ઘટના ઘટી. રાણી શુભાવતીને એક વિલક્ષણ સ્વખ-દર્શન થયું. સ્વપ્નમાં તેણે જોયું કે ચંદ્રમા જેવાં વિમલ વસ્ત્રો પહેરેલો મુગટસહિત સર્વ અલંકારોથી અલંકૃત એવો ઈન્દ્ર તેની સમીપે આવ્યો છે. તેના એક હાથમાં હજારહજાર સૂર્યની દીપ્તિ છલકાવતું વજ શોભી રહ્યું છે, તો તેના બીજા હાથમાં એક જળહળતું મણિમય કુંડલ છે. એ કુંડલ, ઈન્દ્ર, પોતાના હસ્તે શુભાવતીને આપી રહ્યો છે, અને આપતાંઆપતાં કહે છે કે “આ તું લઈ લે; આ ભલે એક જ કુંડલ છે, પણ એ એક કુંડલ પણ તારી શોભામાં અનહદ વૃદ્ધિ કરી મૂકશે અને તારું કલ્યાણ થશે, માટે સ્વીકારી લે.' ઈન્દ્રની સૂચનાનો તેણે અમલ કર્યો છે અને કુંડલ હાથમાં સ્વીકારી લીધું છે, ને એ સાથે જ તેની આંખ ઉઘડી ગઈ. - વિસ્મય-છલકતા હૈયે રાણી બેઠી થઈ. ઊઠીને રાજા પાસે ગઈ, અને પોતાનું અલૌકિક સ્વપ્ન તેને વર્ણવી બતાવ્યું.
રાજા તો સ્વપ્ન સાંભળતાં જ રાજીરાજી થઈ ગયા. તેમણે કહ્યું કે રાણી! તમે અત્યંત ઉત્તમ સ્વપ્ન દીઠું છે. એ આપણા કલ્યાણનું | સૂચન તો કરે જ છે, સાથે એનાથી એ પણ ફલિત થાય છે કે તમને દેવોનેય વહાલો લાગે તેવો એક પુત્ર પ્રાપ્ત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org