________________
– ૭૨ જ
સમરું પલપલ ચદ્રત નામ
–
રાણીએ દેવ-ગુરુ-ધર્મના પ્રભાવે તમારું વેણ ફળજો ! એમ કહેતાં શુકનની ગાંઠ વાળી.
સુભગ મનુષ્યોને શુભ સ્વપ્ન જ આવે, અને આવે તેવાં જ ફળે પણ ખરાં.
રાણી શુભાવતીના પ્રસંગમાં પણ આમ જ બન્યું. જે રાત્રે તેણે સ્વપ્ન જોયું, તે જ રાત્રે સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકમાં રહેલા કુબેરદત્તના પુણ્યાત્માનું દિવ્ય આયુષ્ય સમાપ્ત થયું, અને તે ત્યાંથી ચ્યવન પામીને રાણી શુભાવતીના ઉદરમાં અવતર્યો.
પૂરે મહિને રાણીને પુત્ર જન્મ્યો રાજભુવનમાં, સમગ્ર નગરમાં અને આખા દેશમાં આનંદઆનંદ છવાઈ ગયો.
દસ દિવસનો જન્મોત્સવ રચાયો. બારમે દિવસે રાજાએ નવજાત બાળકનું નામ પાડ્યું રાજકુમાર વજકુંડલ. સ્વખે આપેલા સંકેતનું જાણે જીવંત રૂપ!
રાજાનું વિશાળ અંતઃપુર અને પાંચ પાંચ ધાવમાતાઓ. એક ખોળામાંથી બીજા ખોળામાં સરકતો રહેતો રાજકુમાર જોતજોતામાં આઠ વર્ષનો થઈ ગયો, અને રાજા-રાણીએ તેને વિદ્યાભ્યાસ માટે કલાગુરુને સોંપ્યો. તીક્ષણ મેધાને કારણે અત્યંત સહેલાઈથી અને વળી અસામાન્ય ઝડપથી તેણે બહોંતેર કળાઓ હસ્તગત કરી લીધી.
પણ એ સાથે જ, એક વાત તેનામાં જન્મજાત જોવા મળતી: જિનધર્મ પ્રત્યેની સહજ અભિરચિ. દેરાસરો જુહારવાં તેને બહુ ગમતાં. પોતાના મહાલયમાં પણ જિનમંદિર હતું, તેની નિત્ય પૂજામાં તે ગાઢ રસ ધરાવતો. સાધુભગવંતોનો સમાગમ તેને વિશેષ આકર્ષતો. જ્યારે પણ યોગ મળે ત્યારે તે સાધુવંદને જતો ને તેમની પાસે ધર્મશ્રવણ શ્રદ્ધાભેર કરતો.
એની આ અભરુચિ સૌને વિસ્મય તો પ્રેરતી, પણ ગમતી. વર્ષો વીતતાં રહ્યાં. કુમારે યુવાનીમાં પદાર્પણ કર્યાં.
વિવેકી રાજાએ પણ તેની યોગ્ય વય જાણીને “કામરતિ વગેરે ૫૦૦ રાજકન્યાઓ સાથે તેને વિવાહબદ્ધ કર્યો અને સાથે જ યુવરાજ-પદે પણ તેને સ્થાપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org