________________
શ્રીમનિરવતસ્વામી
ર૭૯
-
વતોનું ઉત્તમ પ્રકારે પાલન કરવાનો પણ દેવીએ શ્રેષ્ઠ ઉદ્યમ આ સમયમાં કર્યો છે. વળી, ગર્ભધારણ કરવાના દિવસે જ પધારેલા ચારણ-શ્રમણ મુનિવરે, અમારા થનાર બાળકનું નામ “મુનિસુવ્રત' પડશે – એવું અમને ભાખ્યું હતું. એટલે, આ બધી બાબતોને લક્ષ્યમાં લઈને અમે અમારા આ બાળકનું નામ “મુનિસુવ્રત' કુમાર પાડીએ છીએ.
ઉપસ્થિત સકળ સમુદાયે નામને જયજયકાર વડે વધાવી
લીધું.
પાંચ પાંચ દિવ્ય અપ્સરાઓ બાળ મુનિસુવ્રતની ધાવમાતા તરીકે ઈન્દ્ર નિયુક્ત કરી છે. માતા પદ્માવતી અને અન્ય રાજરાણીઓ તો ખરી જ. ઉપરાંત અંતેઉરની પરિચારિકાઓ પણ અસંખ્ય. આ બધાંના હાથમાં તથા ખોળામાં રમતા બાળ મુનિસુવ્રત વિકસવા લાગ્યા.
ભૂખ લાગે ત્યારે રોવા-કકળવાનું તો શક્ય જ નહોતું. કેમકે તીર્થંકરનો આત્મા હતો એ; એ અન્ય સામાન્ય બાળકોની માફક માતાનું સ્તનપાન ન જ કરે, કે અન્ય રીતે પણ દુગ્ધપાન આદિ ન સ્વીકારે. એ તો પોતાનો અંગૂઠો જ ચૂસે; અને દેવતાઓ પોતાના સામર્થ્ય વડે તે અંગૂઠામાં જ સઘળાયે ભક્ષ્ય રસોનું સતત સિંચન કરતાં જ રહે. આનું નામ જ “અંગૂઠે અમૃત. એનું પાન કરતાં બાળ મુનિસુવ્રત મોટા થવા લાગ્યા.
પાંચેક વર્ષના થયા પછી તો તેઓ રાજ-રસોડે માતાઓ દ્વારા પીરસાતી રસોઈ પણ આરોગવા લાગ્યા.
રાજા-રાણી તેમને રમવા માટે ભાતભાતનાં રમકડાં અને બાળકને ગમે તેવા પદાર્થો લાવી મૂકતાં, મંગાવતાં. કુમાર મુનિસુવ્રત પણ માતા-પિતાના પ્રમોદને ખાતર રમકડાં વતી રમતા, અને સરખી ઉંમરના બાળકો જોડે ખેલકૂદ પણ કરતા. પોતે ત્રણ જ્ઞાન સભર હતા, અને આ બધી જ રમતો માત્ર માયા છે તે બરાબર સમજતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org,