________________
કુબેરદત્ત
જબૂઢીપ.
મહાવિદેહ ક્ષેત્ર. જેવું ભરતક્ષેત્ર તેવું વિદેહ ક્ષેત્ર.
એ વિદેહક્ષેત્રના ઘણાઘણા વિભાગ. એકેકો વિભાગ વિજય એવા નામથી ઓળખાય.
એક વિજય એટલે એક સ્વતંત્ર ક્ષેત્ર જ સમજી લ્યો.
એમાં છ ખંડ હોય, એમાં તીર્થંકર પણ અવતરે, એમાં ચક્રવર્તી પણ થાય અને બીજા શલાકાપુરુષો પણ થાય.
‘વિજય’ આમ તો પુરુષલિંગી શબ્દ છે. તે વપરાય છે “ક્ષેત્ર' અર્થમાં. પણ તેનો પ્રયોગ આપણી ભાષામાં સ્ત્રીલિંગે કરવાની પ્રથા છે. એટલે “મહાવિદેહ ક્ષેત્રની વિજય એ રીતે તેને માટે વ્યવહાર થાય.
જબૂદ્વીપના વિદેહક્ષેત્રમાં આવી બત્રીસ વિજયો છે. એમાંની એક વિજય છેઃ પુષ્કલાવતી વિજય.
આપણા માટે - જૈનો માટે બહુ જાણીતી વિજય. આપણે સ્વીકારેલા વિહરમાન જિનેશ્વર શ્રી સીમંધર સ્વામી ભગવાન જ્યાં બિરાજમાન છે તે આ વિજય.પુકખલવઈ વિજયે જયે રે' એમ લલકારીને આપણે નિત્ય પરોઢે યાદ કરીએ છીએ તે આ વિજય.
મજાની આ વિજય. એમાં એક નગર. નામે વિશ્વપુર. એમાં વિશ્વકાન્ત રાજા રાજ કરે. વિશ્વકાંતા એની રાણી. રાજા-રાણી બન્ને ધર્મપરાયણ, ન્યાયી અને પ્રજાપ્રેમી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org