SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ * સમરું પલપલ સુવ્રત નામ બીજો : ક્યાં જાય છે? શા માટે નીકળે છે? એક : ગુલખેડપુર જાય છે, વસંતશ્રીને સહાય કરવા... બીજો : એમ? તો તો સારું કહેવાય. એક : અલ્યા, પૂરું સાંભળ તો ખરો! વસંતશ્રીને સહાય કરવા જાય છે તે તો લોકોને પટાવવા માટેની વાત છે, ખરું કારણ તો જુદું જ છે. બીજો : તો કહે ને ભલા'દમી, છાનું કારણ શું છે? એક : તું કોઈને કહે નહિ, તો કહું. બીજો : ભલા માણસ! મારા પેટની વાત કદી બહાર નીકળી છે ખરી? ને એમાંય તેં ના કહી હોય, પછી તો કહું જ શેનો ? બેફિકર બનીને કહે, શું કારણ છે એ? એક : (ચારે તરફ ‘કોઈ સાંભળતું તો નથી ને?” તેવી દહેશતથી જોતો જોતો) આપણા કુમારને ત્યાં ઉતાવળે જવાનું ખરું કારણ એવું છે કે વસંતશ્રી અસામાન્ય રૂપ-ગુણ-સંપન્ન રાજકન્યા હોવાનું જાણીને તેના મોંમાં પાણી છૂટ્યું છે. શ્રીવર્ગ અને સુદર્શન બન્નેને ઊંચા મૂકીને આપણા કુમાર પોતે તેને પરણી જવા તૈયાર થઈ ગયા છે. એટલે એ ઉતાવળે ભાગે છે. બીજો : પણ શૂરપાળ રાજા તેને રોકે નહિ? એક : જાણે તો રોકે ને? આપણા કુમાર વીરપાળે તો રાજાજીને સમજાવ્યા કે અબળાની રક્ષા કરવામાં આપણે વિલંબ ન કરવો જોઈએ. આપ આજ્ઞા કરો તો હું સત્વર ત્યાં જાઉં, ને દૂષલની પડખે રહી, સુદર્શનને શિકસ્ત આપી રાજકન્યાને ભીંસમાંથી મુક્ત કરું. રાજાજી તો બહુ ન્યાયપ્રેમી ને ભલા છે, તેમણે આ વાતમાં હા પાડી દીધી, એટલે કુમાર સેના લઈને ઉપડે છે. બીજો : પણ તને કેવી રીતે ખબર પડી કે એના મનમાં જુદો ભાવ છે? Jain Education International એક : જો! સાંભળ; કોઈને કહેતો નહિ; પણ મારો એક બાળગોઠિયો ઋષિ નામે છે તે વીરપાળ કુમારનો અતિ નિકટનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy