SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ –૧૧૬ ૭ સમરું પલપલ રાવત નામ - દેવી કામરતિ. રાજા રજકુંડલની પટ્ટરાણી અને વળી અત્યંત માનીતી રાણી. તેનો એક ભાઈ નામે કામદેવ. જેવું નામ તેવું જ સ્વરૂપ. અતિશય સોહામણો અને વળી એવો જ ગુણવંત પણ. કામરતિને પોતાના ભાઈ પર અનહદ હત. તો કામદેવને પણ બહેન પર એવી જ અગાધ પ્રીત. ભાઈ-બહેન એકમેક વિના ક્ષણ પણ રહી ન શકે; તરફડે. આથી જ, કામરતિ લગ્ન કરીને આવી ત્યારે પોતાનાં માવતરને યેનકેન પ્રકારેણ સમજાવીને કામદેવને પોતાની સાથે લેતી આવી હતી. - કામરતિને વ્હાલો હતો, તેથી વજકુંડલનો પણ તે એટલો જ વ્હાલો અને માનીતો થઈ પડેલો. બેય સાળા-બનેવી હોવાનું જાણે લાગે જ નહિ! સગપણ કરતાં મૈત્રી બે વચ્ચે વિશેષ હતી. પરિણામે વજકુંડલને પણ તેનું લગભગ વ્યસન જ પડી ગયેલું. જ્યાં જાય ત્યાં કામદેવ તો સાથે ને સાથે જ હોય. રાજા, રાણી ને કામદેવ, આ ત્રણની ત્રિપુટી, આમ, જગપ્રસિદ્ધ બની ગયેલી. વજકુડલ સાથે સંસારસુખ અનુભવતાંઅનુભવતાં તેના સુફળરૂપે જ હોય તેમ, એક દિવસ કામરતિએ શુભ સ્વપ્ન જોયું, અને કોઈ ઉત્તમ જીવ તેના ઉદરમાં ગર્ભપણે અવતર્યો. - રાજા-રાણી અને કામદેવ સહિત સૌ કોઈના હૈયે આ ઘટનાથી આનંદઆનંદ છાઈ રહ્યો. રાણી ગર્ભ વહે છે. ગર્ભમાં આવેલા આત્માને પોષણ મળે | ને પીડા ન થાય તે રીતે તે ગર્ભનું પાલન કરે છે. રાજા રજકુંડલ પણ તેને બધી રીતે સાચવે છે. સાથેસાથે, તે વિવિધ ખેલકૂદ અને રમતગમતોનું આયોજન પણ 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy