________________
– શ્રીમુનિસુવ્રતસ્વામી
એ ૩૦૩
–
મધુર દેશના સૌએ ભાવપ્રવણ હૈયે સાંભળી, અને ધન્યતા અનુભવી.
દેશના પૂર્ણ થયા બાદ મલ્લી ગણધર ભગવંતને જિજ્ઞાસુભાવે પ્રશ્ન કર્યો : ભગવન્! આજના સમવસરણમાં અગણિત આત્માઓ ધર્મ શ્રવણ કરવા આવ્યા છે; આ તમામ આત્માઓમાંથી કેટલા આત્માઓએ સમ્યકત્વ મેળવ્યું હશે? કેટલાનો સંસાર પાતળો પડ્યો હશે?
ભગવંતે ઉત્તર વાળતાં ફરમાવ્યું : વત્સ! આજની દેશનાના પ્રભાવે જિતશત્રુ રાજાના અશ્વને જ માત્ર ધર્મ પરિણમ્યો છે, તે સિવાય એક પણ આત્માને નહિ. - રાજા ચોંકી ઊઠ્યો. સભા પણ સ્તબ્ધ. આટઆટલા દેવો, મનુષ્યો અને અન્ય યોનિના જીવો હોવા છતાં કોઈને કાંઈ નહિ, અને માત્ર એક અશ્વને જ ધર્મલાભ?
પરંતુ, પરમાત્માની વાતમાં તર્ક કે શંકા કરવાનું કોઈ કારણ જ ન હતું. પરમાત્મા કદી મિથ્યા કે મૃષા કથન કરે જ નહિ, તેની સૌને દઢ શ્રદ્ધા હતી.
પણ રાજાના મનમાં કાંઈક જુદું જ વિસ્મય રમી રહ્યું હતું. તેણે ભગવંતના કથનને પુષ્ટિ આપે તેવી એક વાત કરી : પ્રભો! આપની વાત સાંભળતાં મને આજે – અને હમણાં – થોડીવાર પહેલાં જ બનેલી વાત યાદ આવે છે; મારે એ અંગે આપને પૂછવાનું પણ છે.
આજે હું આપની સમીપે આવી રહ્યો હતો ત્યારે સમવસરણની નજીક આવતાં હું અશ્વ ઉપરથી ઊતરી ગયો. પછી ચાલતો ચાલતો પગથિયા સુધી હું આવ્યો ત્યારે અશ્વ પણ મારી હરોળમાં જ ચાલતો હતો. આપની મેઘગંભીર વાણીનો ધ્વનિ અમને ત્યાં પણ સંભળાતો હતો. એ સાંભળતાં જ આ અશ્વની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી, એનાં રૂંવાડા ખડાં થઈ ગયેલાં જોવાયાં, અને કેટલીક ક્ષણો સુધી એ તે જ સ્થળે લેશ પણ હલ્યા ચાલ્યા વિના, આપનાં વચનોનું એક ચિત્તે શ્રવણ કરતો હોય તેવી મુદ્રામાં જ ઊભો રહી ગયો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org