SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્મ ܀ ૨૧૧ નથી રહ્યો. દૂતની વાત પૂરી થતાં જ દૂષલે કુમારને વિનયભાવે કહ્યું : કુમા૨! વીરપાળજીએ આપને એકલો ઉપાલંભ જ નથી પાઠવ્યો, આમંત્રણ પણ પાઠવ્યું છે. કુમાર : શેનું આમંત્રણ ? દૂષલઃ એ જ કે હવે તો આપે સૈન્ય અને પિરવારને લઈને અમારા અતિથિ થવું જ પડશે. કુમારે તેનો સ્વીકાર કરતાં જ પ્રસન્ન થયો. તેણે સ્વસ્થાને જવાની રજા માંગી. થયેલો દૂષલ ઊભો તો કુમાર કહે : દૂષલ ! જરા થોભો ને! આ અમારા દંડનાયક રણસિંહ આવે છે તેને મળીને જાવ. દૂષલ મનમાં પાછો મલકાયો. તેણે વિચાર્યું કે આ કુમારની ખાનદાની તો જુઓ ! દેખાડવો છે સુદર્શનને, પણ નામ રણસિંહનું આપ્યું. બોલવામાં પણ આછકલાઈ ન થઈ જાય તેની કેવી ચીવટ છે. કુમારની! તે રોકાઈ ગયો. થોડી જ વારમાં ૨ણસિંહ આવ્યો. તેના સુભટોએ બંધનગ્રસ્ત સુદર્શનને કુમારની સામે ધર્યો. રણસિંહે કહ્યું : મહારાજકુમાર! આ સુદર્શનકુમા૨ આપની સેવા યાચે છે. આપ તેના ૫૨ કૃપાવંત થાવ. કુમારે તરત આજ્ઞા કરી : એનાં તમામ બંધનો છોડી નાંખો, આદરપૂર્વક એને મારી સમીપે લાવો. Jain Education International સેવકોએ તત્ક્ષણ આજ્ઞાનો અમલ કર્યો. બંધનોમાંથી મુક્ત થતાં જ સુદર્શન દોડ્યો, ને શ્રીવર્મના પગે પડ્યો. શ્રીવર્મે તેને ઊભો કર્યો ને ગાઢ આશ્લેષમાં લીધો. પછી તેનો હાથ પકડીને પોતાની પડખે જ આસન મંડાવી બેસાડ્યો. આ પછી કુમારે રણસિંહને દૂષલની ઓળખાણ આપતાં તે બન્ને દંડનાયકો પણ મળ્યા, ભેટ્યા, ક્ષેમકુશળની વાતો કરી. દૂષલે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy