________________
શ્રીવર્મ
૧૬૯
કાયા, ને સામે ઘણા બધા દુમનો; આમાં અમે કેટલી ઝીંક ઝીલી શકીએ? શામળ સહિત અમારા છયે સાથીઓ આ લડાઈમાં કામ આવી ગયા. અલબત, શામળે પણ તેમના ત્રણ જણાને ઢાળી તો દીધા જ, ને અમારા સાથીઓએ બીજા કેટલાકને ઘાયલ પણ કરી મૂક્યા હતા.
આ ઘમસાણ દરમ્યાન અમે બે તો પેલા કૂવા પાસે જ લપાઈને ઊભા રહી ગયા. અમે વિચારી લીધું કે આપણે ટૂંકા જણ છીએ, ને આટલા બધા દુશમનો સામે જીતીએ કે બચીએ તે શક્ય નથી દીસતું. હવે જો શામળ ને બીજા તમામ જો ખપી જાય, તો કુંવરીનો સંદેશો ચંદ્રપુર કોણ પહોંચાડશે? કુંવરી તો એમ જ માનતાં હશે કે અમે બધા હેમખેમ ચંદ્રપુર તરફ ગયા છીએ. એ અમારા પાછા ફરવાની રાહ પણ જોશે, ને કોઈ વખત સુદર્શન કુંવરીને અમારા નામે છેતરી પણ શકે. તો કેટલી હાનિ થશે? એટલે આપણે હમણાં લડવા નથી જવું ને પ્રગટ પણ નથી થવું. ક્યાંક સંતાઈ જઈએ એમાં જ લાભ છે.
આમ વિચારી અમે લપાતાછૂપાતા પાછલા પગે સરકવા માંડ્યા. એમાં અચાનક કાંઈક પાંદડાનો ખખડાટ અમારાથી થઈ ગયો. તેથી પેલા લોકો ચેતી ગયા ને અમારી તરફ દોડ્યા. દૂરથી ભાલા ફેંક્યા ને બાણ પણ માર્યા. અમને એ વાગ્યાં ને ઘાયલ પણ કર્યા જ. પરંતુ અમે બહુ જ સિફતથી એમની નજર ચૂકવી શક્યા. ને અમે એક ઊંડો ખાડો શોધી કાઢી તેમાં જાતને સંકોચીને લપાઈ ગયા.
ત્યાં રહ્યા રહ્યા અમને પેલાઓના હાકલા-પડકારા હજી સંભળાતા હતા. કોઈ બોલતું હતું : અરે, આ માણસોનાં કપડાં ફંફોસી લો. ક્યાંક ને ક્યાંક કુંવરીનો આપેલો લેખ હશે જ; તે શોધીને લઈ લો. બીજો બધો સામાન પણ વીણી વીણીને લઈ લેજો; કામ લાગશે.
બીજી તરફ, અમે પણ ઘાયલ તો થયેલા જ. વેદનાનો કણસાટ પણ દબાવીને માંડ માંડ બેઠા હતા. એમાં ને એમાં અમે જરાવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org