________________
શિવકેતુ
છે૧૧
–
મુનિરાજે કરુણાદ્રિ સ્વરે તેને કહ્યું: વત્સ! ધ્યાન દઈને સાંભળ. તારા પ્રશ્નનો વિગતે ઉત્તર હું આપું છું.
આ જ માર્કદી નગરીમાં શિવશર્મા અને શિવસોમા નામે એક બ્રાહ્મણ દંપતી વસતાં હતાં. બન્ને જન્મજાત દરિદ્ર, ભિક્ષાજવી.
ગયા ભવમાં તું એ દંપતીનો પુત્ર હતો. રુદ્ધશમાં. તે સ્વભાવે સરળ હતો અને વિનયી પણ હતો, પણ ભણવામાં કાચો હતો. આઠ વર્ષે ઉપનયન આદિ સંસ્કારો તો થઈ ગયા, પણ તને સંધ્યાપાઠ કરવા સિવાય બીજું કાંઈ આવડવું નહિ. આથી તારા મા-બાપને લાગ્યું કે તું ખાસ ભણી નહિ શકે, એટલે તેમણે તને ઘરકામમાં જોતરી દીધો. એવો જોતર્યો કે સવારથી રાત સુધી ઢસડબોળો કરીને તારા સાંધા દુઃખી જાય.
તારો એક નાનો ભાઈ પણ હતો, એનું નામ અગ્નિશમાં. એ પણ આમ તો બધી રીતે તારા જેવો જ હતો, પણ નાનો હતો અને વળી તે ઘરનાં કામ સંભાળી લીધેલાં, તેથી તેને કાંઈ કરવાનું કોઈ ચીંધતું નહોતું, ને તે કરતો પણ નહિ. - હવે સંસારનો નિયમ છે કે કરે તેને કરડે. એ અનુસાર, તું કામ કરે અને એમાં ભૂલભાલ થાય એટલે તરત તારાં મા-બાપ તને ટોકે, ઠપકારે, ક્યારેક સજા પણ કરે. જ્યારે તારા નાના ભાઈને આમાંનું કાંઈ જ નહિ. તે તો યથેચ્છ રખડી ખાય, ને તેને કોઈ જ ોક-ટોક ન થાય.
આ જોઈને તારા મનમાં ઓછું આવી ગયું. નાના ભાઈ પ્રત્યે તને ખાર જાગ્યો. મેં વિચાર્યું કે આને પણ હેરાન કરું તો જ હું સાચો. રોજ હું વેઠ્યા કરું અને આ લહેર કરે એ કેમ ચાલે?
વિચાર આવ્યો કે તરત તેં એનો અમલ કર્યો. નાનાભાઈએ નહિ કરેલો અપરાધ, તેં એના શિરે ઓઢાડી દીધો અને એને અપરાધી તરીકે મા-બાપ સામે ધરી દીધો. વસ્તુસ્થિતિથી અજાણ એવાં માતાપિતાએ તેના પર પોતાનો રોષ ઠાલવ્યો ને શિક્ષા પણ કરી. આ | જોઈને તને ભારે રાહત થઈ કે હાશ, આ આ જ દાવનો હતો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org