________________
શ્રીવર્મ
૧૬૫
આપમતિથી ચંદ્રપુરના શ્રીવર્મકુમારને વરવા નીકળી છે. એ કુંવરી હાલમાં તમારા પ્રદેશમાં પોતાના રસાલા સાથે આવી છે, ને હું તેની પાછળ પાછળ આવ્યો છું. હું હવે બળજબરીથી તેને લઈ જવા માગું છું.
આ વાત તમને આગમચ એટલે જણાવું છું કે તમે અજાણતાં પણ તેનો પક્ષ ન કરો અને અમારો વિરોધ ન કરો. જો તમે આમાંનું એક પણ કરશો તો શૂરપાળ રાજા ને અમારો પરાપૂર્વથી જે સંબંધ ચાલ્યો આવે છે, તેમાં ભંગ પડશે ને તે માટે તમે જવાબદાર ગણાશો.
દૂષલ દંડનાયકે આના જવાબમાં સુદર્શનને કહેવડાવ્યું કે અમે અમારા પંચકુલો સાથે આ મુદ્દે જરા વિચારવિમર્શ કરીને પછી તમને આનો અધિકૃત ઉત્તર પાઠવીશું; પણ દરમ્યાનમાં, અમારા તરફથી ઉત્તર ન મળે ત્યાં સુધી, તમારે વસંતશ્રીના રસાલા ઉપર કોઈ પણ રીતનો હુમલો કરવો નહિ; આ અમારી કડક સૂચના છે.
આ પછી સુદર્શન તરફથી વળતો જવાબ શો ગયો, તેની અમને ખબર પડી નહિ; હેવાલ પૂરો કરતાં જાસૂસોએ ઉમેર્યું.
ભય-વિહ્વળ બનેલી કુંવરી માટે દૂષલ દંડનાયકનું વલણ ભારે આશ્વાસનરૂપ બની રહ્યું. તે સમજી ગઈ કે હવે હાલ તુરત તો મારા પરનું જોખમ દૂર ઠેલાયું છે. પણ હવે મારે ત્વરિત પગલાં તો લેવાં જ રહ્યાં.
તેણે વૃદ્ધો સાથે મંત્રણા કરી ને પોતાના વિશ્વાસુ સેવકોને દૂષલ પાસે મોકલી આપ્યા. તેમણે ત્યાં જઈને સુદર્શન અંગેની વાસ્તવિક વાતો રજૂ કરી, ને દૂષલની સહાય તથા સલાહ માગી. - દૂષલે કુંવરીને કહાવ્યું : સુદર્શનને અમે જણાવી દીધું છે કે આ આખો વૃત્તાંત અમે શૂરપાળ રાજાને જણાવ્યો છે. તેમનો આદેશ મળશે તે પ્રમાણે અમારું વલણ હશે. પણ ત્યાં સુધી તમારે વસંતશ્રી સામે નજર પણ કરવી નહિ.
આની સામે સુદર્શને અમને જણાવ્યું છે કે શૂરપાળ રાજાનો આદેશ આવે નહિ ત્યાં સુધી વસંતશ્રી તમારી સરહદ છોડીને નીકળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org