________________
શિવકૃત
ભારો! મારો! પેલા સેવડાને મારો
અરે દોડો, ઝટ કરો, ક્યાંક છટકી ન જાય. માળો અહીં બેઠોબેઠો કાંઈક ગણગણે છે : નક્કી મેલા મંત્રો ભણતો હશે! મારો! બટુક-બાળકોનું એક મોટું ટોળું હાથમાં જે આવે તે લઈને બૂમો પાડતું ને ધાંધલ મચાવતું દોડતું હતું. કોઈના હાથમાં પથ્થર હતો, કોઈકના હાથમાં ઢેખાળા; કોઈકે ઈંટનાં રોડાં લીધેલાં, તો કોઈકે લાકડીઓ; જેના હાથે જે ચડ્યું તે લઈને દોડતા હતા એ બટુકો.
એમનું નિશાન હતું સામે બિરાજેલા એક જૈન સાધુ, સાધુજનને જોઈને વીફરેલા એ બ્રાહ્મણ બટુકોની આંખોમાંથી આગ વરસવા માંડી હતી, અને સાધુને રફેદફે કરી નાખવાની નેમ સાથે એ બધા હાથમાં જે આવ્યું તે લઈને ભાગી રહ્યા હતા.
બન્યું'તું એવું કે રાજપુરોહિત વિશ્વભૂતિની પાઠશાળાના બટુકો બપોરની અવકાશની વેળાએ ફરવા નીકળ્યા હતા. તેમને એમ કે નગરના ઉપવનમાં જઈશું. થોડુંક ફરીશું, જરા રમીશું, ને એમ આનંદ માણીને પાછા ઘેર!
ને એમનો નાયક હતો શિવકેતુ. તેની આગેવાની હેઠળ બધા બટુકજી ગુરુજીની રજા લઈને ઉપડ્યા ઉપવન તરફ.
હવે ઉપવનના પ્રાંગણમાં જ એક ઘટાદાર અશોક વૃક્ષ હતું. તેની ચોતરફો મજાનો ઊંચો ઓટલો બાંધવામાં આવેલો. વૃક્ષની છાયા તળે અને સાફસૂથરા એ ઓટા ૫૨ એક મુનિરાજ ક્યાંકથી આવીને બેઠેલા, અને શાઓનો સ્વાધ્યાય મધુર અને ઊંચા સ્વરે કરી રહેલા. દૂરથી આવી રહેલા રમતા કિલ્લોલતા બટુકોની નજ૨ સ્વાભાવિક રીતે જ એમના પર પડી. પડી કે વીર્યા.
·
એમને ગળથૂથીમાં જ સંસ્કાર મળેલા કે જૈનો નાસ્તિક છે; જૈનો હલકા છે; જૈનો બ્રાહ્મણોના શત્રુ છે; એમને તો દીઠા ન મૂકવા; મળે ત્યાં ઢીબી જ નાખવા.
પેલા મુનિરાજને જોતાં જ એમના આ સંસ્કારો ઝબકી ઊઠ્યા, ને બધા દોડ્યા બૂમરાણ મચાવતાંમચાવતાં મુનિને મારવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org