SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સમર ૫૯૫૧ વ્રત નામ - નિરાંતની પ્રત્યેક ક્ષણે પોતાની અંગત સમસ્યામાં જ લગભગ ખોવાયેલા રહેતા શિવકેતુને પહેલાં તો આ વાતનો ખ્યાલ જ ન આવ્યો. તેણે માન્યું કે ઉપવન નજીક આવ્યું એટલે બટક-મિત્રો રમણે ચડવા છે, તેથી આ ચીસો પાડતા હશે. પણ બીજી જ ક્ષણે અચાનક એની નજર બટુકમિત્રો પર પડી. જોયું તો બધાના હાથમાં પથરા ને ઢેખાળા ને મોંમાથી ઉચ્ચાર નીકળતો હતો. મારો મારો. એ ચમક્યો. કાંઈક અજુગતું હોવાનો એને અણસાર આવ્યો. બટુકમિત્રો કઈ તરફ ભાગી રહ્યા છે એ જોવા જતાં તેની નજર પડી પેલા સાધુ પર. તે પામી ગયોઃ નક્કી, આ મિત્રો સાધુને મારવાના! - શિવકેતુની છઠ્ઠી સંશાનું તંત્ર તત્ક્ષણ સાબદુ થઈ ગયું. તેને થયું: “આ સાધુને મારવા કેમ દેવાય? એમણે આપણું શું બગાડ્યું છે? બિચારા શાંતિથી બેઠાબેઠા પોતાનું કામ કર્યા કરે છે, તેમને મારવાથી શું સરે? ના, ના, મારવા ન જ દેવાય! ન જ મરાય.” એણે ત્વરિત નિર્ણય લીધો. એ સાથે જ એણે, બાળકોના નાયકની અદાથી સત્તાવાહી સૂરે હાક મારી: “ઊભા રહો! કોઈએ પથરો મારવાનો નથી, ઊભા રહો! જે પણ પથ્થર મારે તેને ગુરુજીના સોગંદ છે; ધર્મના સોગંદ છે. કોઈ ન મારતા, કોઈ નહિ! તોફાને ચડેલા અટકચાળા બટકબાળકો તો આ સાંભળીને સ્તબ્ધ! દોડી રહેલા બટુકો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા. બધાના ઉગામેલા હાથ અદ્ધર જ રહી ગયા. સોગંદનું ઉલ્લંઘન કરવું કોઈના ય માટે શક્ય નહોતું, તો શિવકેતુનો બોલ ઉત્થાપવાનું પણ તેમને પસંદ ન હતું. તેથી કોઈએ પથ્થરનો ઘા તો ન કર્યો, પણ બધાના ચહેરા ઉપર એક જાતનો અણગમો તો લીંપાઈ જ ગયો. જાણે અનાયાસે હાથમાં આવેલી એક મોંઘેરી તક વેડફાઈ જતી હતી! એમની આંખોનો અણગમો શિવકેતુએ વાંચ્યો. એમનાં મનમાં સળગી ઊઠેલા જૈન-દ્વેષને એણે પ્રોડ્યો. પણ એ બધાને અવગણીને એણે મિત્રોને સમજાવ્યા કે અજાણ્યાને કારણ વગર આપણે મારીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy