________________
–
વડલ
૮૯
-
-
વજનાભિ મહારાજ પાસેથી કુમાર વીરસેનને સુષેણ દેશને સિંધુણના જુલ્મોમાંથી ઉગારવાની અનુમતિ આપતો લેખ અને વિજયની તલવાર - આ બે વાનાં આપ અપાવી દો. આ કાર્ય આપના સિવાય કોઈ કરી નહિ શકે, અને આટલાથી વિશેષ કોઈ સહાયની હાલ અમારે અપેક્ષા નથી.
વજકુંડલઃ સૈન્યની સહાય નહિ જોઈએ?
માધવ કુમારશ્રી! આપની દયાથી મને ખાતરી છે કે જેમજેમ અમે અમારા રાજ્યની સમીપ પહોંચીશું તેમતેમ કુમાર વીરસેનનું નામ સાંભળીને એક સ્વયંભૂ સેના ઊભી થતી જ જશે. આમ છતાં, આપને એક વિનંતિ કરી દઉં કે જો તે વખતે અમને બીજી કોઈ આવી મદદની જરૂર પડશે, તો અમે વિના સંકોચે આપની સમક્ષ આવીને મદદ માગીશું, અને આપે તે વખતે મદદ આપવાની કૃપા કરવી રહેશે.
કુમારે તેની વિનંતી સ્વીકારી લીધી, અને ત્યાર પછી તે વીરસેનને પોતાની સાથે લઈને સીધો પોતાના પિતા સમ્રાટ વજનાભિ પાસે પહોંચી ગયો. ત્યાં પિતાજીને તેણે વીરસેનનો સમગ્ર સંદર્ભ કહી સંભળાવ્યો. અને છેવટે વીરસેનને તલવાર બાંધી આપવા તથા આજ્ઞાલેખ બક્ષવા વિનંતિ કરી.
સમ્રાટે તેની વિનંતિ માન્ય કરી, તત્કાળ બન્ને વાનાં તૈયાર કરી મંગાવ્યાં, ને તેમણે સ્વહસ્તે વીરસેનને તલવાર બાંધી આપવાની સાથે જ આજ્ઞાપત્ર પણ સુપ્રત કર્યું. - શૂરો વીરસેન હવે વધુ વિશ્વસ્ત બન્યો, ચક્રવર્તીની તથા વજકુંડલની ચરણરજ લઈને પોતાના ઊતારે ગયો, અને પ્રયાણની તૈયારીઓ આરંભી.
વીરસેન જેવા વીર મિત્રને વિદાય આપ્યા પછી કુમાર વજકુંડલા પુનઃપોતાના નિત્યક્રમમાં પરોવાઈ ગયો.
વનવિહાર, અશ્વસવારી, જલક્રીડા, શતરંજખેલન, પાંડિત્યચર્ચા, |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org