________________
– ૮૮ ક
સમરું પલપલ રાવત નામ -
રંજાડની વીતક કહેવા સૂચના આપી.
સાગરે પણ તેની સૂચનાનો અમલ કરતાં બેય કુમારોને પ્રણામ કરીને વાત માંડી:મહારાજ! અમારા શેઠ પ્રિયમિત્ર તો કુમાર વીરસેનના પરમ સ્નેહી છે. સિંધુષેણ રાજાએ સત્તા સંભાળતાંવેંત આખા રાજ્યમાં જ્યાં જ્યાં વીરસેનકુમારના ચાહકો હોય તેમને ખતમ કરીને તેમના ઘરબાર લૂંટી લેવાનો આદેશ જારી કર્યો છે. તદનુસાર પ્રિય મિત્ર શેઠ પર પણ રાજ્યની ધોંસ આવી ગઈ છે. સિંધુષેણે તેમના વિશે ખાસ આદેશ કર્યો છે કે સૌ પહેલાં પ્રિય મિત્રે બનાવેલ જિનમંદિરનો ધ્વંસ કરો, પછી તેને લૂંટી લો.
આની સામે શેઠ પ્રિયમિત્રે જાહેર કર્યું છે કે જિનમંદિરને હાથ પણ અડાડવામાં આવશે, તો હું અનશનપૂર્વક વિષભક્ષણ કરીને મોત વ્હોરી લઈશ. તમે મને લૂંટી લઈ શકો છો, પણ મારા ચૈત્યને તો હાથ પણ અડાડવા નહિ દઉં.
આમ અમારે ત્યાં ભારેલો અગ્નિ છે. ક્યારે તે ભભૂકી ઊઠે તેની કલ્પના નથી, મહારાજ!
વજકુંડલઃ તો તમે અહીં કેમ આવ્યા?
સાગર “કુસુમપુરના મહાજને ભેગા થઈને મને અહીં લેખ આપીને મોકલ્યો છે, માટે આવી કપરી સ્થિતિમાં પણ મારે અહીં આવવું પડ્યું છે.
વજકુંડલઃ શેનો લેખ?
સાગર મહાજને કુમાર વિરસેન પર લેખ લખી આપ્યો છે કે તમે જલદી અમારી વહારે આવો, અને અમને, જિનમંદિરને તથા રાજ્યને આ જુલ્મોમાંથી ઉગારો.
આ સાંભળતાં જ વજકુંડલની આંખોમાંથી જાણે કે આગ ઝરવા માંડી! તેણે તત્ક્ષણ માધવ તરફ નજર કરીને પૂછ્યું: માધવ! તમારી વાત સાધાર છે. હવે કહો. તમારી શી અપેક્ષા છે મારી પાસે? અન્યાયના પ્રતીકાર માટે મારી જે પણ સહાય જોઈતી હશે તે મળશે.
માધવ આ જ પળની પ્રતીક્ષામાં હતો. તેણે વિનયપૂર્વક વાત પકડી લીધી ને કહ્યું:મહારાજ! અમારી એક જ અપેક્ષા છે:ચક્રવર્તી |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org