SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વજકુડલ જ ૮૭ – મહારાજ! અમારા રાજકુમાર વીરસેન તેમના પિતા રાજા સિંધુવીરના અતિશય માનીતા હતા. પણ અપર-માતાની આસક્તિને વશ થઈને કમને પણ તેમણે કુમારને દેશનિકાલ કર્યા છે. પણ કુમારના નીકળી ગયા પછી મેં અન્યાય કર્યો એવી વિટમણામાં અમારા રાજાજી એવા તો અટવાઈ ગયા કે અકાળે જ તેઓ માંદગીનો ભોગ બન્યા. એમની આ વિચારવાયુજન્ય માંદગી ક્રમશઃ અસાધ્ય બનતી ગઈ, અને તાજેતરમાં મળેલા સમાચાર પ્રમાણે એ ભલા રાજવી ખૂબ કષ્ટાઈને મૃત્યુ પામી ગયા છે. બોલતાંબોલતાં માધવ ગળગળો થઈ ગયો. - વીરસેનની આંખો આંસથી છલકાઈ ગઈ, ને એ જોઈને વજકંડલ પણ ગમગીન બની ગયો. વાતાવરણમાં ખામોશી છવાઈ ગઈ. - થોડી પળો બાદ માધવ સ્વસ્થ થયો. તેણે ગળું ખંખેર્યું. ને વાતનો દોર પાછો સાંધ્યો: કુમારશ્રી! અવિનય ક્ષમા કરજો. પરંતુ એ ભલા રાજવીના અવસાન બાદ, અઘટિત ઉતાવળ કરીને સિંધુષેણે રાજસત્તા ધારણ કરી લીધી છે. અને સત્તાનો દંડ હાથમાં લેતાંવેંત તેણે રાજ્યમાં જુલમ આચરવાનું શરૂ કર્યું છે. વજકુંડલઃ આ વાતને કોઈ આધાર ખરો? કે પછી તમારી કલ્પનાની ને અટકળોની જ નીપજ છે? માધવ: મહારાજ! આપનું ધ્યાન દોરીશ કે અમારા સાગરીતોની સાંકળ દ્વારા અમારા દેશમાં બનતી દરેક ઘટનાનું અમને રોજેરોજ બયાન મળે છે. આ સાંકળ થકી બે વાતો મારા ધ્યાન પર આવી છે તે એ કે આખી પ્રજા વીરસેનકુમારને રાજા તરીકે જોવાને ઝંખે છે; અને વીરસેન-તરફી લાગતી જનતા ઉપર દહાડેદહાડે સિંધુષેણની ભીંસ વધી રહી છે. આપે આ વાતનું પ્રમાણ માગ્યું તો તે રજૂ કરવાની મારી ફરજ છે. આપની આજ્ઞા થાય તો કુસુમપુરથી કાલે સાંજે જ આવેલા વણિકપુત્ર સાગરને આપની સમક્ષ રજૂ કરું. કુમારે આંખના ઈશારે સંમતિ દર્શાવતાં જ માધવે છાવણીમાંથી સાગરને બોલાવી મંગાવ્યો, ને કુસુમપુરમાં સિંધુણ દ્વારા થયેલા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy