________________
– ૮૬ ક
સમરું પલપલ સુવ્રત નામ
–
લીધેલું.
એટલે બધી ચર્ચાનો સાર તારવતાં તેણે કહ્યું: વીરસેના બંધુ! કાલે તમે જે શૌર્ય, સામર્થ્ય અને કૌશલ્યનું નિદર્શન કર્યું છે, તે તો સાચે જ અપ્રતિમ છે, “સેલ્સને આટલે દૂર મોકલી શકવું અને તે પણ નીચે ન પટકાતાં વૃક્ષના થડમાં આરપાર ભોંકાઈ જાય, એ શૌર્ય કાંઈ નાનુંસૂનું તો ન જ ગણાય; તો બે પગના અંકોડામાં આવા તેજીલા અશ્વને ભીડાવીને આટલો અદ્ધર ઊચકી લેવો એ પણ કાંઈ સામાન્ય સામર્થ્ય નથી જ; અને “આ મર્યો, આ મૂઓ એવી ફડક સૌને પેસી ગઈ, ત્યારે સૌના અચંબા વચ્ચે તે અશ્વને નીચે મૂકી આપવો અને તેને સર્વ પ્રકારે હેમખેમ-જીવતો રહેવા દેવો, અને વળી એક સાથે વરસતાં સેંકડો બાણોને એકલે હાથે માત્ર ભાલાના દાવપેચ દ્વારા જ વિફળ બનાવી મૂકવાં, આ કાંઈ જેવું તેવું કૌશલ્ય તો ન જ કહેવાય.
બંધુ! અમે બધા તો તમારાં આ પરાક્રમોથી રાજીરાજી છીએ. એમ થાય છે કે તમારું કાંઈક ગૌરવ કરીએ; તમને કાંઈક ભેટ આપીએ. બોલો, તમે શું ઇચ્છો છો? તમારી જે ઈચ્છા હોય તે કહો; વિના સંકોચે કહો. આજ સુધી તમે મારી પાસેથી કશું જ માગ્યું નથી; મેં નિવહાર્થે ખર્ચ મોકલવાની વાત કરી તો પણ તમે તે લેવાની ના જ કહી છે. તમારી એ બધી ‘ના’ મેં મંજૂર રાખી છે. પણ આજે તો મારી વાત તમારે સ્વીકારવી જ પડશે.
વીરસેને જોયું કે આજે ઇન્કાર ચાલવાનો નથી. કુમારને આજે નારાજ કરવા યોગ્ય પણ નથી. સાથેસાથે તેણે એમ પણ વિચાર્યું કે આવી યોગ્ય તક ક્વચિત્ જ મળતી હોય છે. કુમાર રીયા જ છે, તો ઘણા વખતથી જે મનમાં ઘૂંટાય છે, તે વાત રજૂ કરી જ દેવી જોઈએ; હવે તેમાં વિલંબ કરવાનો અર્થ નથી. - તેણે તરત જ માધવ તરફ અર્થસૂચક દૃષ્ટિથી જોયું, અને પોતાના વતી કુમારશ્રીને નિવેદન કરવાનો ઈશારો કર્યો.
માધવે તે ઇશારો ઝીલી લીધો, અને ઊભા થઈ, બન્ને રાજકુમારોને નમન કરી તેણે રજૂઆત શરૂ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org