________________
શ્રીવર્સ
છે ૧૩૭.
હસી ઊઠ્યો. તેણે કહ્યું કે દેવી! આપણે વર્ષોથી જે ઝંખતાં હતાં તે પુત્રરત્નની હવે આપણને અવશ્ય પ્રાપ્તિ થશે, અને તે પણ બહુ જ નજીકના ગાળામાં.” - રાજા-રાણીને ક્યાંથી ખબર હોય કે એ જ રાત્રિએ પેલો વજકુંડલ દેવનો જીવ દેવભવમાંથી ચ્યવન પામીને રાણી પુણ્યશ્રીની કૂખમાં અવતર્યો છે!
પરંતુ રાણીને તેના સ્વપ્નની અને રાજાને તેના ફળાદેશની સત્યતાની બહુ જ ઝડપથી પ્રતીતિ થવા માંડી. નગરમાં અને આખા રાજ્યમાં ઉત્તમ વાતાવરણ અકળપણે ચાવા માંડ્યું. શુભ વાતો ને પદાર્થોની અભિવૃદ્ધિ થવા લાગી. યુદ્ધ કરીને પજવવા આવેલા શત્રુઓએ સામે ચાલીને સંધિ માંગી લીધી.
અને જ્યાં ત્રણ મહિના થયા, ત્યાં રાણીને મનોરથો જાગવા માંડ્યાં : ચતુરંગ એનાથી પરિવરેલી હું હાથીને હોદ્દે સામ્રાજ્ઞીની હેસિયતથી નગરયાત્રા કરું, અને નગરનાં જિનચૈત્યોમાં પૂજા રચાવું.નગરમાં ચોરે ને ચૌટે હું મારા હાથે દીન-દુઃખિયા જનોને મોં માંગ્યાં દાન આપું ને એમનાં દુઃખો ફેડું.
રાજા આ બધું જોઈ – અનુભવીને મનમાં ને મનમાં હરખાતો હતો કે નક્કી આપણા ઘેર કોઈ ઉત્તમ આત્માનું આગમન થયું છે, એનાં જ આ એંઘાણ છે.
રાણીના અભાવા પૂરવામાં તેણે કોઈ કસર પણ ન રાખી.
પૂરે મહિને રાણીને પુત્ર જન્મ્યો. રાજકુળમાં આનંદ છવાયો. નગરમાં ઉત્સવ રચાયો.
બાર દિવસની સૂતક-કરણી પત્યા પછી રાજાએ સ્વજનોનો મેળો રચીને નવજાત શિશુનું નામકરણ કર્યું. રાણીએ સ્વપ્નમાં શ્રીદેવીને જોઈ હતી, અને શ્રીદેવીએ “તને કામદેવસરીખો પુત્ર થશે એમ સ્વપ્નમાં કથેલું, તેથી રાજાએ પુત્રનું નામ પાડ્યું : શ્રીવર્મકુમાર. |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org