________________
–૧૩૬ ક
સમરું પલપલ સુવ્રત નામ –
નવા જન્મના. ચોઘડિયાં વાગવા માંડ્યાં.
રઢિયાળો જબૂદ્વીપ; તેમાં પૃથ્વીના તિલકસમું ભરતક્ષેત્ર; તેમાં વળી આર્યભૂમિ સમો દક્ષિણ-ભરતખંડ; અને તેમાં મધ્યવર્તી પ્રદેશ તે મધ્ય ખંડ.
આ મધ્યખંડમાં શૂરસેન નામનો દેશ છે, એ દેશમાં ચંદ્રપુર નામે એક સોહામણું નગર છે. એ નગરમાં નરપુંગવ નામનો રાજા રાજ્ય કરે છે.
રાજા ન્યાયી છે, સદાચારી છે, જિનધર્મી છે, અને વળી પ્રજાના પ્રેમાળ પિતા સમો છે.
તેને પુણ્યશ્રી નામે પટ્ટરાણી છે.
રૂપે મઘમઘતી, ગુણો વડે ઓપતી અને શીલધર્મથી અલંકૃત એ રાણી પર રાજાને અથાગ પ્રીતિ બની છે.
રાજા રાણીને વધુ ચાહે, રાણી રાજાને વધુ ચાહે, કે પછી રાજા-રાણીને પ્રજા વધુ ચાહે, તે નક્કી કરવું કઠિન થઈ પડે, તેવા સુંદર વાણી-વર્તનથી સંપન્ન એ નગર અને એ રાજારાણી હતાં.
આવું અનુકૂળ વાતાવરણ હોય, ત્યાં આનંદ, સુખ અને કિલ્લોલ સિવાય બીજું શું હોઈ શકે?
આનંદના આ મનભર વાતાવરણમાં ધર્મપરાયણ અને સુખભરપૂર જીવન વીતાવી રહેલાં રાણી પુણ્યશ્રીએ એક મધ્યરાત્રે એક અનુપમ સ્વપ્ન અવલોક્યું : “જાણે કે શ્વેત વસ્ત્રો, શ્વેત કપૂરનું વિલેપન, શ્વેત પુષ્પોની માળા, શ્વેત સુવર્ણના અલંકારો, આ બધાંથી વિભૂષિત અને માધુર્યથી છલકતાં સ્મિતથી હસું હસું થઈ રહેલા મુખડાંવાળી શ્રીદેવી એની સમક્ષ પ્રગટ થઈ, અને તેણે વરદાન આપ્યું કે દીકરી, તને સર્વ ગુણોથી યુક્ત, સત્ત્વશાલી અને કામદેવ જેવો રૂપવાન પુત્ર થશે.”
સ્વપ્નદર્શન પૂરું થતાં જ રાણી જાગી ઊઠી. તલ્લણ પતિ પાસે 1 જઈ, તેને ઊઠાડી, સ્વપ્નની વાત કરી. રાજા પણ આ સાંભળતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org