________________
શ્રીવર્મ
કાળનો પ્રવાહ વણથંભ્યો વહી રહ્યો છે.
ક્યારેક ખળખળ વહેતાં ગિરિમાળાનાં ઝરણાંની જેમ રમતોરમતો એ વહે છે, તો ક્યારેક કોઈ મોટા પહાડના કાળમીંઢ ખડકોને ભેદીને નીકળતા જળપ્રપાતની જેમ એ ધસમસતો હોય છે; તો ક્યારેક વળી અજગરની જેમ અલસગતિએ વહેતી કોઈક બારમાસી નદીની જેમ એ મંદમંદ ચાલે પણ ચાલતો રહે છે.
કાળની બે મુખ્ય લાક્ષણિકતાઓ આ છે: એક તો એ કદી ખૂટે નહિ. ગમે તેટલો વહે તો પણ તેનો પ્રવાહ સૂકાય નહિ, કે તૂટે નહિ; એ તો અખંડ, અખૂટ, અસ્ખલિત વહેતો જ રહે.
બીજું, કાળના પ્રવાહનું કદી પુનરાવર્તન નથી થતું.
આમ જુઓ તો કાળ એટલે આવર્તન સિવાય કશું જ નથી; અને છતાં તેના પ્રવાહમાં એક વખત જે વહી ગયું, તે કદી પુનરાવર્તન પણ પામતું નથી.
આ અર્થમાં કાળ નિત્ય નૂતન છે, ચિર યુવાન છે.
કાળની ત્રીજી વિલક્ષણતા તે તેનું મોટું પેટ. કંઈ કેટલાયને આ કાળદેવતા ગળી ગયો છે. વળી એણે માત્ર જીવોને કે પદાર્થોને જ નથી ગળ્યાં, એ તો અબજોનાં અબજો વર્ષોને, બલ્કે પલ્યોપમો અને સાગરોપમો જેવાં મહત્તમ કાળઘટકોને પણ પોતાના પેટમાં સમાવીને બેઠો છે.
આવા કાળના પ્રવાહમાં દસ સાગરોપમના આયુષ્યની શી વિસાત!
પાંચમા દેવલોકમાં મહર્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયેલા વજકુંડલરાજર્ષિનું દેવભવનું આયુષ્ય આંખના પલકારામાં સમાપ્ત થયું, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org