________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
- ૨૮૭ –
હાથી માગનારને હાથી, તો અશ્વનો ખપ હતો તેને અશ્વ. કોઈકે રત્નોની યાચના કરી, તો કોઈકે સોનાની માગણી કરી.
કોઈકને વસ્ત્રોનો ખપ હતો, તો કેટલાકને વળી આભૂષણો જ જોઈતાં હતાં.
કોઈએ ગામનો ભોગવટો માગ્યો, તો કોઈકે ખેતર કે મકાનની પણ અપેક્ષા દર્શાવી.
રાજવી તો આપવા જ બેઠા હતા. જેણે જે માગ્યું તેનું તેને તેમણે મોકળાશથી દાન કર્યું.
નિર્ધારિત સમય થયો કે દાનની પ્રવૃત્તિ આટોપાઈ. એ આટોપાઈ ત્યારે તે દિવસના દાનનો સરવાળો એક ક્રોડ અને આઠ લાખ ઉપર પહોંચી ચૂક્યો હતો.
તો બીજી બાજુ, રાજાજીના આદેશથી કુશાગ્રપુરીમાં ઠેરઠેર, નગરની બહાર, તેમજ નગરમાં પણ અનેક સ્થળે, સદાવ્રતો ખોલવામાં આવ્યાં. દરેક સદાવ્રતમાં સંચાલન માટે તેમજ રસોઈ વગેરે કાર્યો માટે વિવિધ મનુષ્યોને ભોજન તથા વેતન આપવાની શરતે નીમી દેવામાં આવ્યા.
એ મનુષ્યો પોતપોતાના હવાલાના સદાવ્રતમાં વિપુલ એવા ખાદ્ય પદાર્થો તૈયાર કરાવી રાખે; અને સૂર્યોદયથી સૂર્યાસ્તના ગાળામાં જે પણ દીન, દુઃખી, ગરીબ, ભિખારી, વટેમાર્ગ, ગૃહસ્થ, પાખંડી, બાવા, જોગી અને સાધુ-સંત વગેરે આવે તેને યથેચ્છ ભોજન પીરસે. તેને પૂર્ણ તૃપ્તિ થાય તેટલું જમાડીને જ જવા દેવાય.
દાનનો અને ભોજનનો આ ક્રમ બરાબર એક વર્ષ પર્વત અવિરામ ચાલતો રહ્યો. વર્ષોતે ઈન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવેલ ત્રણસો અઢાસી ક્રોડ અને એંસી લાખે સ્વર્ણમુદ્રાઓ સમાપ્ત!
નગરીમાં, સમગ્ર દેશમાં તેમ જ વિદેશોમાં ચોમેર રાજવીની કીર્તિ પ્રસરી ગઈ. જનતા તો રાજાજીને સાક્ષાત્ લ્પવૃક્ષ જ સમજવા લાગી. તેમના દ્વારા અપાતાં દાનનું લોકોએ એવું અર્થઘટન કર્યું કે “આપણા રાજવી હવે દીક્ષા લેવાના છે, અને તીર્થકર બનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org