________________
શ્રીવર્મ
( ૧૮૫
તેણે તો જેવી એ વાત પૂરી થઈ, એવું જ પોતાના સેવકને કુંવરીના રૂપ-સૌંદર્ય વિશે પૂછવાનું શરૂ કર્યું.
દૂષલ તો પોતાના યુવરાજશ્રીની આ ધૃષ્ટતા જોઈ જ રહ્યો. પણ તે શું કરી શકે આમાં? છેવટે તો તે પણ એક સેવક જ હતો તો!
પેલા સેવકે વસંતશ્રીના રૂપનું મોંફાટ વર્ણન કરવા માંડયું. એ તો જેવા શેઠ એવા વાણોતર. એ શું કામ મણા રાખે? એ કહેઃ કુમારશ્રી! એક જીભે તો કુંવરીના સૌંદર્યનું વર્ણન કોઈ કાળા માથાનો માનવી કરી શકે તે વાત અશક્ય છે. હા, આપણી સામે તેનું કોઈ પટચિત્ર હોય તો તેના આધારે હું કાંઈક વર્ણન કરી શકત. છતાં એક વાત કહું : વજાયુધા દેવીની પ્રતિમા તો આપે જોઈ જ છે. કેટલી અદ્દભુત છે એ પ્રતિમા! પણ એ પ્રતિમાની અંગભંગી અને સુંદરતા પણ કુમારી વસંતશ્રીના એક પગના અંગૂઠાનીયે તોલે આવે નહિ. બસ, આટલામાં બધું આવી ગયું.
દૂષલ તો આ સાંભળતાં જ ભડક્યો. તે તાડૂક્યો : અરે ભાઈ, જરા વિવેક તો જાળવો! વજાયુધા એક દેવી છે, પૂજનીય તત્ત્વ છે; ને વળી એ પ્રત્યક્ષ પરચો આપનારી દેવી છે. એને માટે આવું વિવેક-વિહોણું ગલત વિધાન કરો તે કેમ ચાલે?
તો પેલો કહે : સાહેબ! વજાયુધા દેવી સત્યપ્રિય દેવી છે, માટે જ મારે આ સ્પષ્ટ સત્ય બોલવું પડે છે. હું જો ખોટું બોલું ને દેવી-પ્રતિમા કરતાં કુંવરીનું રૂપ ઓછું હોવાનું કહ્યું, તો તે હળાહળ જૂઠ ગણાય, ને તો તે દેવી મારા પર નારાજ જ થાય. માટે મારે ના છૂટકે આ રીતે બોલવું પડે છે.
દૂષલ ચૂપ.
વીરપાળે તક ઝડપી. તે કહે : દૂષલ! હવે તો મારે કોઈપણ હિસાબે એકવાર કુંવરીને જોવી જ છે. આપણો ઈરાદો ખરાબ તો છે નહિ. પછી તેને એકવાર નિરખી લેવામાં વાંધો શો? તમે સત્વરે તેને મળવાનું કાંઈક ગોઠવો; મારો આગ્રહ પણ છે અને આદેશ
1 Bain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org