________________
શ્રીવર્ગ
અ ૧૮૭
ઘણી ઘણી ગડમથલને અંતે એકાએક તેને એક ઉપાય સૂઝી ગયો. તેને ખબર હતી કે વજાયુધા દેવી પ્રગટ-પ્રભાવી છે કે જો તેની માનતા માનવામાં આવે તો તત્કાળ ફળ આપે છે. તેણે તે જ ક્ષણે માનસિક પ્રાર્થનાપૂર્વક માનતા ધારી : હે વજાયુધા દેવી! તમારી કૃપા મારા પર હોય તો એવું કરજો કે આ વસંતશ્રીની સુંદર કાયાનો એક નખ જેટલો અવયવ પણ આ મૂર્ણ રાજકુમારની નજરે ન પડે. જો મારી આ માનતા સફળ થશે તો હું ભારે ઠાઠમાઠ સાથે તમારો અાલિકા મહોત્સવ કરીશ.
માનતાના ખ્યાલ પછી દૂષલ ખૂબ હળવો થઈ ગયો, તે કુમાર સાથે દેવીના મંદિરે જઈ પહોંચ્યો. ત્યાં જઈ, સેવા-પૂજા વગેરે કરીને કુમારે સેવકોને મોકલ્યા કે કુંવરીને કહો કે કુમાર વીરપાળ તમને વજાયુધાના મંદિરે દર્શન-પૂજન માટે બોલાવે છે.
કુંવરી વિરપાળનું મનોગત કળી ગઈ હોય કે ગમે તેમ, તેણે જવાબ વાળ્યો કે આજે મારી આંખોમાં ભારે પીડા ઉપડી છે, તેથી હું આજે આવી શકું તેમ નથી, ક્ષમા કરજો.
વીરપાળને તો આ સાંભળીને ઢળવુંતું ને ઢાળ મળ્યો! તેણે ફરી પૂછાવ્યું કે તમને ઠીક નથી તેથી અમને ચિંતા ઉપજે છે. તમારી ખબર પૂછવા ને સારવાર કરવા માટે અમે ત્યાં આવીએ?
કુંવરીએ પળનો ય વિલંબ કર્યા વિના જવાબ મોકલ્યો કે તમે અમારી સારવાર સંભાળી જ લીધી છે, ને તેથી જ અમને બહુ બહુ રાહત સાંપડી છે. હવે આવા ક્ષુલ્લક કારણ માટે તમે અહીં આવવાની તસ્દી ન લેશો. તમે મારે માટે વડીલ છો, ને વડીલ અહીં આવે તો મને ઓછું આવે.
થયું. વીરપાળ ખસિયાણો પડી ગયો. દૂષલે તરત બાજી સંભાળી લીધી. તેણે કુમારને સમજાવ્યા : આપની બધી જ ફરજ આપે બજાવી લીધી. હવે કુંવરી જ ના કહેતી હોય તો આપણે ત્યાં જવાનો આગ્રહ ન રખાય. ચાલો પાછા ગુલખેડપુર.
વીરપાળ મનોમન ભારે નારાજગી અનુભવતો સ્થાને ગયો.
સારવાર કરી
જવાબ
અમને બબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org