________________
– ૨૦
સમરું પલપલ દ્વત નામ -
દુષ્ટ! તને તો કોઈ લાજ કે શરમ નથી. કુળ-કુટુંબની આબરૂની પણ પડી નથી. પણ અમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું નથી. તું મરે કે જીવે, જે થવું હોય તે થાય; પણ શૂદ્ધ એવા સેવડા સાધુ પાસે વ્રત લેવાની રજા નહિ મળે તે નહિ જ મળે. અમારે સમાજ વચ્ચે જીવવાનું છે, ને આબરૂ પણ જાળવવાની છે ચાલ, દૂર ખસ અહીંથી. અમને જમી લેવા દે. આ પણ વાહ રે શિવકેતુ વાહ ! એ પણ કાંઈ એમ ગાંજ્યો તેમ નહોતો. છેવટે તો એ પણ એ જ બાપનું બીજ હતું ને! પિતાજીના આક્રોશભર્યા વેણની સંપૂર્ણ અવગણના સાથે તેણે પણ સામો લલકાર કર્યો. પિતાજી! આપના જેવા પંડિત પુરુષને આવું માત્સર્ય નથી શોભતું, જરીક ધીરા થાવ, આવેશમાંથી બહાર નીકળો, ને વિચાર તો કરો કે બ્રાહ્મણ કોણ ગણાય ને શૂદ્ધ કોને કહેવાય? આમ ને આમ કાંઈ જ જાણ્યા વિના કોઈને શૂદ્ર કહી દેવાથી આપણે કાંઈ બહુ શ્રેષ્ઠ પુરવાર નથી થઈ જવાના!
વિશ્વભૂતિઃ અમારા મનમાં કોઈનેય માટે માત્સર્ય નથી. ખોટી ચાવળાઈ નહિ કર. અને બહુ જાણકાર થઈ ગયો છે તો તું જ કહી દે ને કે બ્રાહ્મણ કોણ ગણાય ને શૂદ્ર કોને કહેવાય? - શિવકેતુને તો આટલું જ ખપતું હતું. તેણે પળનોય કાલક્ષેપ કર્યા વિના સંવાદ આરંભી દીધો. તેણે કહ્યું : પિતાજી, હું છેવટે તો આપનું બાળક છું. કાંઈ વધુ પડતું બોલાય તો ક્ષમા કરજો તેવી મારી પ્રાર્થના છે. પણ અત્યારે હું થોડીક વાત જિજ્ઞાસાપૂર્વક પૂછું તો તેને અવિનય ન માનતા અને મને સમાધાનકારક જવાબ આપજો. પૂછવા માંડું?
પૂછ. વિશ્વભૂતિના મનમાં ક્રોધની સાથે વિસ્મય પણ ભારે હતું અને આ વિસ્મયના મૂળ સુધી જવામાં તેમને પણ રસ પડવા લાગ્યો હતો. છેવટે તો પંડિત હતા ને!
શિવકેત : પિતાજી! બ્રાહ્મણ એ સર્વોચ્ચ છે, તેવું આપનું સ્પષ્ટ મંતવ્ય છે, તે હું જાણું છું. મારે એ જાણવું છે કે બ્રાહ્મણ તરીકે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org